ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા એલ.સી.બી. ની ટીમ કાવી પો.સ્ટે વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો શ્રીપાલસિંહને મળેલ બાતમી આધારે કાવી પોલીસ સ્ટેશન વીસ્તારમાં જુગારધારાનો કેસ શોધી કાઢી છ આરોપીઓને પકડી પાડેલ છે.પકડાયેલ આરોપીઓના નામ- (૧) મહંમદ મુશા ઇબ્રાહીમ માલજી રહેવાસી નવીનગરી બંદર રોડ કાવી તા.જંબુસર જી.ભરૂચ (૨) આશીફ મુશા મોટાજી મલેક રહેવાસી દહેગામ ઉન્ડી ખડકી તા જંબુસર જી ભરૂચ(૩) જગદીશભાઇ લક્ષમણભાઇ પરમાર રહેવાસી ખત્રી ફળીયુ કાવી ગામ તા જંબુસર જી ભરૂચ (૪)હુશેન અબ્દુલ્લા બાબર રહેવાસી મોટી મસ્જીદ પાસે કાવી ગામ તા જંબુસર .જી ભરૂચ (૫) મુનાવર ઉ મુદ્નો યાકુબ દાઉદ જમાદાર રહેવાસી સુથાર ફળીયુ કાવી ગામ તા જંબુસર .જી ભરૂચ (૬) ઇદ્રીશ ઉર્ફે સીવો ઇસ્માઇલ મલેક રહેવાસી ઉધલી દહેગામ તા જંબુસર .જી ભરૂચ,વોન્ટેડ આરોપીઓના નામ:- (૧) અક્કુ ઇબ્રાહીમ બરુ રહે. કાવી ગામ (૨) જબ્બાર બુલબુલ રહે. દહેગા (૩) આમીન રસુલ કંડક્ટર રહે. દહેગામ (૪) યાકુમ ઇદ્રીશ ઉમર હશન રહે. કાવી તેમની અંગઝડતીના રોકડા રૂ ૨૪,૯૮૦/- તથા દાવ ઉપર થી મળી આવેલ રોકડા રૂપીયા ૨,૩૬૦/તથા મોબાઇલ કોન-૪ કિં.રૂ ૪,૦૦૦/- મળી કુલ કિં.રૂ ૩૧,૩૪૦/-નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





