આલિયા રણબીર કરતાં ત્રણ બિલાડીઓને વધુ પ્રેમ કરે છે..!!

0
20

મુંબઈ,તા.૧૯
બોલીવુડ સ્ટાર્સ પોતાના પ્રશંસકોના ખૂબ જ મનગમતા હોય છે. પરંતુ આ સ્ટાર્સને લોકપ્રિય છે એમના પાલતૂ જાનવર. કેટલાક સ્ટાર્સ એવા પણ છે જ્યારે તેઓ શૂટિંગ કરીને ઘરે પહોંચે છે તો પોતાના પેટ્‌સ સાથે રમીને પોતાનો થાક દૂર કરે છે. આલિયા ભટ્ટની પણ કંઇક આવી જ સ્થિતિ છે. આલિયાના ઘરમાં એક નહીં પરંતુ ત્રણ બિલાડીઓ છે.
આલિયા પોતાની આ બિલાડીઓ પર જાન ન્યોછાવર કરી દે છે. આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે એની કેટ પિક્કા. આલિયાએ પોતાની કેચ પિક્કાને પોતાની સરનેમ પણ આપી દીધી છે અને એને પિક્કા ભટ્ટ કહીને બોલાવે છે.
મોટાભાગે આલિયા ઇન્સ્ટાગ્રામ પર પોતાની પર્સિયન કેટના ફોટો શેર કરતી રહે છે. એની બિલાડી એના દિલથી ખૂબ જ નજીક છે અને એ એની બિલાડી વગર ઊંઘી શકતી નથી.
આલિયા પોતાના કરતાં એની બિલાડીઓના વધારે ફોટો શેર કરતી રહે છે. જ્યારે એ ઘરની બહાર હોય છે ત્યારે પણ બિલાડીઓની વાત કરે છે અને એના ફોટો શેર કરે છે.
બુલ્ગારિયામાં પણ ફિલ્મના સેટ પર એને એક બિલાડી મળી ગઇ અને આલિયાએ ફોટો શેર કરતાં લખી દીધું કે બિલ્લી જ્યાં ત્યાં હું. આલિયા એ પોતાના ૨૪માં જન્મદિવસ પર પોતાને જ એક બિલાડી ગિફ્ટ કરી હતી. ત્યારથી આલિયા સતત પોતાની સફેદ બિલાડી સાથે ફોટો શેર કરતી રહે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY