લાખો રૂપિયાની ઉધારીમાં ખરીદી કરી વેપારી દુકાન બંધ કરી ફરાર

0
10

સુરત, તા. ૧૦
બે દલાલ સહિત પાંચ જણાંએ સાડી ખરીદી બાકી રૂપિયા ૩.૮૭ લાખનું પેમેન્ટ કરવાનેબદલે દુકાન બંધ કરી નાસી ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકે વેપારીએ ફરિયાદ નોîધાવી હતી.
સલાબતપુરાï પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ કોહિનુર ટેક્ષટાઈલ સભા મહાવીર ફેશન નામની દુકાન ધરાવતાં હિમાંશુ વર્મા, દેવેન્દ્ર વર્મા, જયેશ દલાલ અમન નંદકિશોર ખંડારી, નંદકિશોર ખંડારીએ ફરિયાદી રાહુલભાઈ વિનોદભાઈ અગ્રવાલ પાસેથી રૂ. ૬,૧૨,૦૪૮ની કિંમતની સાડીનો જથ્થો ખરીધ્યો હતો. જે પેટે રૂ. ૨,૧૯,૬૨૯ïનું પેમેન્ટ કર્યા બાદ બાકી રૂ. ૩,૮૭,૭૯૫નું પેમેન્ટ ચૂકવવાને બદલે મોબાઈલ ફોન અને દુકાન બંધ કરી નાસી ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસે વિશ્વાસઘાત- છેતરપિંડીની ફરિયાદ નોંધી પો.સ.ઈ. સી.એફ. ઠાકોરે તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY