સુરતમાં ત્રણ સાંસદો સાથે પિમ રેલવેના જીએમ સાથે મહત્વની બેઠક

0
7

સુરત, તા. ૧૦
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્ïતા દ્વારા આજે સવારે ૧૧ કલાક સુરત સરકીટ હાઉસ ખાતે રેલવેના ભાવિક આયોજનો અને રેલવેના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સુરત નવસારી અને બારડોલીના સાંસદો સાથે મહત્વની બેઠક યોજી હતી.
પશ્વિમ રેલવેંના જનરલ મેનેજર અને મુંબઈ ડીઆરએમ ગત રાત્રે જ સુરત આવી પહોંચ્યા હતા. આજે સવારે ૧૧ કલાકે સુરત સરકિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોષ, નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને બારડોલીના સાંસદ પરભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્ના હતા. સાંસદો સમક્ષ રેલવેના અધિકારીઅો દ્વારા પિમ રેલવેના ભવિષ્યના આયોજનો બાબતે ચર્ચા કરી હતી. સાંસદો સમક્ષ રેલવેની ભાવી યોજના સંદર્ભે તેમનો વિચાર જાણ્યો હતો અને જરૂરી સુધારા વધારા મેળવ્યા હતા. સાંસદો દ્વારા રેલવેના અધિકારીઅો સમક્ષ શહેરને લગતા રેલવેના મહત્વના પ્રશ્નો સમસ્યાઅો અને જરૂરિયાત સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી. રેલવે દ્વારા આયોજિત બેઠક સાનુકૂળ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY