સુરક્ષા દળ સામે પડકાર

0
13

જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાથી હાલત કફોડી બનેલી છે. દરરોજ ત્રાસવાદી હુમલા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો ત્રાસવાદીઓને પરોક્ષ રીતે મદદ કરી રહ્યા છે. ત્રાસવાદીઓને સ્થાનિક લોકો આશરો આપી રહ્યા છે ત્યારે તેમની સામે નવા પડકારો ઉભા થઇ ગયા છે. આવી જટિલ Âસ્થતી વચ્ચે હવે વાર્ષિક અમરનાથ યાત્રા ચાલી રહી છે. આવી Âસ્થતીમાં સુરક્ષા દળો માટે આન સુરક્ષિત રીતે પાર પાડવાનુ પણ દબાણ છે. દબાણ કેટલુ છે બાબતની સાબિતી આનાથી જ મળી જાય છે કે આ વખતે ૬૦ હજારથી વધારે સુરક્ષા જવાનો અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ કમાન્ડો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેથી આ વખતે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. તોયબાના ત્રાસવાદીઓ હુમલાની યોજના કરી રહ્યા છે તેવા હેવાલ પણ મળી રહ્યા છે. રાજ્યમાં હાલમાં ગવર્નર શાસન છે તેવી Âસ્થતીમાં પડકારો વધારે છે. હકીકતમાં વસ્તીના એક મોટા હિસ્સાની વિચારધારા અને તેમના વ્યવહારનો હિસ્સો બની ચુકેલી કોઇ પણ સમસ્યાને ઉકેલી દેવા માટે તાકાતની એક મોટી ભૂમિકા હોય છે પરંતુ સાથે સાથે તેને એકમાત્ર કારણ અને વિકલ્પ તરીકે જાઇને આગળ વધવાની બાબત યોગ્ય દેખાતી નથી. આના કારણે સમસ્યા વધારે ગંભીર બની જાય છે. કઠોર વલણની સાથે સાથે સમાયાતંર વાતચીતની પ્રક્રિયા જારી રાખીને જ બળ પ્રયોગનો કોઇ અર્થ નિકળી શકે છે. સમસ્યાની જડ બની ચુકેલા કેટલાક લોકોને વસ્તીથી અલગ કરવાની બાબત એક ચૂંટણી વલણ પણ હોય છે. કમનસીબ બાબત એ છે કે કાશ્મીરના સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી વાતચીત માટેનો રસ્તો બંધ થયેલો છે. બલ્કે ચૂંટણીઁ પ્રક્રિયાના પ્રયાસોમાં પણ ગંભીરતા દેખાઇ રહી નથી. છેલ્લી વિધાનસભાની ચૂંટણી બાદ બે લોકસભા સીટની પેટાચૂંટણી થઇ હતી. જેમાં ખુબ ઓછુ મતદાન થયુ હોવા છતાં ફારૂખ અબ્દુલ્લા વિજેતા બની ગયા હતા. જા કે મહેબુબા મુÂફ્ત દ્વારા ખાલી કરવામાં આવેલી અનંતનાગ સીટ પર મતદાન ટાળી દેવાની ફરજ પડી હતી. ત્યાં ચૂંટણી હજુ સુધી થઇ શકી નથી. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં પંચાયત ચૂંટણી પણ થનાર હતી પરંતુ તેને ટાળી દેવાની ફરજ પડી હતી. ખાસ નોંધવા લાયક બાબત એ છે કે માત્ર લશ્કરી ઓપરેશન પર આધાર રાખીને અમે અમારા લશ્કરી બળોને પણ સંકટમાં મુકી રહ્યા છીએ. વર્તમાન Âસ્થતીમાં કાશ્મીરમાં સેનાના પ્રયાસો છતાં Âસ્થતી વધારે સુધરી નથી. જ્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં પંચાયતી ચૂંટણી થશે નહીં ત્યાં સુધી Âસ્થતીમાં નોંધપાત્ર સુધારો થઇ શકશે નહી.Âસ્થતીને સુધારી દેવા અને તમામ પ્રકારની ચેતવણી આપવામાં આવી રહી હોવા છતાં પાકિસ્તાની સેના યુદ્ધવિરામનો ભંગ કરીને Âસ્થતીને ખરાબ કરવાના પ્રયાસો સતત કરી રહી છે. પાકિસ્તાનને વારંવારની ચેતવણી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY