ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્રારા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મામલે આજે ભારત બંધ નુ એલાન આપવામાં આવેલ છે ત્યારે લીંબડી શહેર સવાર થીજ સજ્જડ બંધ રહ્યુ છે.

વેપારીઓએ પણ સાથ સહકાર આપીને પોત પોતાની દુકાનો બંધ રાખીને મોંઘવારી નો વિરોધ કર્યો હતો સાથે લીંબડીની તમામ શાળા, કોલેજો પણ સ્વયંભુ બંધ માં રહી હતી. અને કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા લીંબડી નેશનલ હાઇવે રોડ પર ઉતરી આવી ચક્કાજામ કરવામાં આવીયો અને થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. અને મોદી નું પુતળું બાળવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્રની મોદી સરકાર સામે કરિયા પ્રહારો હતા. અને મોદી ના નારા લગાવી સખ્ત વિરોધ પ્રગટ કરેલ. અને વિરોધ કરી રહેલ કોંગ્રેસ કાર્યકરો ની અટકાયત લીંબડી પોલીસે કરી હતી.

આ બંધ ના અનુસંધાને લીંબડી તાલુકા કોંગ્રેસ તેમજ લીંબડી શહેર કૉંગ્રેસ ના કાર્યકર્તા ઓ એ તાલુકા પ્રમુખ ખુશાલભાઈ જાદવ ,શહેર પ્રમુખ રઘુભાઈ ભરવાડ તેમજ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ દિલીપભાઈ વલેરા ,આઈ ટી સેલ ના ઇલેશભાઈ ખાંદલા, અનિલભાઈ સિંગલ, બાબુભાઇ સોલંકી ,સંજયભાઈ જાદવ ,નરેન્દ્રભાઈ મકવાણા, રણજીતભાઈ પરાલિયા, નાગરભાઈ સાસણીયા ,પંકજભાઈ રાઠોડ ,નિલેશભાઈ ચાવડા વગેરે કાર્યકરો ગામ ના વિવિધ માર્ગો પર ફરી વિરોધ પ્રદર્શન કરેલ હતો.

આ બંધ ના એલાન ને પગલે કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે લીંબડી પોલીસ પી.એસ.આઈ તથા સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને લીંબડી શહેર માં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..
રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




