વડોદરા,તા.૨૬
સૌરાષ્ટ્રનાં કોગ્રેસના ત્રણ ધારાસભ્યો અને લોકસભા બેઠકોના દાવેદારોને દિલ્હીનું તેડું આવતા વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. કોગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ પોતાની બેગ લઈ દિલ્હી જવા ઉપડ્યા હતા.
કોગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ લોકસભાની ટિકીટ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કોગ્રેસને લોકસભાના ઉમેદવારો જાહેર કરવા માટે ભારે કમર કસવી પડી છે. ત્યારે રાહુલ ગાંધીએ ત્રણેય ધારાસભ્યોને દિલ્હી બોલાવતા તેવો દિલ્હી જવા રવાના થયા. લલિત કગથરાએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પાકવીમાનો સૌથી મોટો પ્રશ્ર છે. જે પ્રશ્ર ઉઠાવવા માટે સ્થાનિક તંત્ર તેમને પરવાનગી નથી આપતી. જેથી તેઓ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં તેમને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દે સભા કરવા માટે સૂચન કરશે. સાથે જ લોકસભાની બેઠકો માટે પણ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતના મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ઝેર પીવું જાઈએ. આ વિવાદાસ્પદ નિવેદનનો જવાબ આપતા લલિત કગથરા બોલ્યા કે, ભાજપના નેતાઓની બુદ્ઘિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. ભાજપની ગુજરાતમાંથી જમીન સરકી રહી છે, જેથી વાણીવિલાસ કરી રહ્યા છે.
જ્યારે લલિત વસોયાએ કહ્યું કે, રાહુલ ગાંધી સાથે બેઠક છે, જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દે જાહેર સભા યોજવા આમંત્રણ અપાશે. તેમજ સૌરાષ્ટÙમાં ભાજપના ઉમેદવારો બાદ કોગ્રેસના ઉમેદવારો જાહેર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




