લીંબડી પોલીસ રાત્રી ના સમયે પેટ્રોલિંગ દરમિયાન આયશર, સ્વીફ્ટ, સેન્ટ્રો સહિત ગાડીમાં ઈંગ્લીશ દારૂ તેમજ બિયર ટિન પકડી પાડવામાં આવ્યા.

0
225

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી સા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ. ઉપરાંત, દારૂ જુગારની બદ્દી નાબૂદ કરવા માટે ખાસ પ્રકારની ડ્રાઇવ તથા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.

 

 

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. જે. ડી. મહીડા તથા એ.એસ.આઈ એમ.જી.રાણા તથા પો.કોન્સ વિજયભાઈ તથા પો.કોન્સ ક્રિપાલસિંહ અશોકસિંહ પોહી- જુગાર અંગે પેટ્રોલીગ માં હતા જે દરમ્યાન મોટા-ટીમબલા ની વાટા ની સિમ મા વાહનો રાખી ઈંગ્લીશ દારૂ નું કટીંગ કરે છે તેવી હકીકત મળેલ ,

 

લીંબડી પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ જે.ડી.મહિડા તથા સ્ટાફ ના મહેન્દ્રસિંહ રાણા તથા પો.કોન્સ વિજયભાઈ તથા પો.કોન્સ ક્રિપાલસિંહ તથા મોબાઇલ ડાઈવર પો.કોન્સ નરેન્દ્રસિંહ વિગેરે ટિમ દ્રારા ઉપરોક્ત હકીકત વળી જગ્યા એ જઇ તપાસ કરતા ત્યાં આઇસર નંબર – G.j.04.x.6345 તથા સેન્ટરો કાર નંબર g.j.01.Hc.1435 તથા સ્વીફ્ટ ડિઝાઇર નંબર G.j.03.Hr.3082 તયા પડેલ હોય અને તેમના ચાલકો તાથા અન્ય માણસો પોલીસ ને જોઈ જતા વાહન મૂકી નાસી ગયેલ હોય અને ત્યાં પડેલ વાહનો મા જુદી જુદી કંપની ની ઈંગ્લીશ દારૂ ની પેટી ઓ તથા જુદી જુદી કંપની ના ટીન(બિયર) ભરેલ પેટીઓ તથા વાહન ની બાજુ મા જમીન પર જુદી જુદી કંપની ની ઈંગ્લીશ દારૂ ની પેટી ઓ તથા બિયર ના ટીન થપપા મારેલ જોવામાં આવેલ જે તમામ પેટીઓ ગની જોતા જેમાં ઈંગ્લીશ દારૃ રોયલ ચૅલેલેન્જ કંપની ની કુલ 25 પેટીઓ નંગ-300 જેની કિંમત રૂપિયા 1,20,000તથા ઇગલીસ દારૂ મેકડોલાલ નંબર ની કુલ પેટી ઓ 11 નંગ૧૩૨ ની કિંમત રૂપિયા 52,800 જુદી જુદી કંપની ના બિયર ટીનA કુલ97 પેટીઓ નંગ-2328 ની કિંમત રૂપિયા કુલ 2,32,800 તથા કુલ મુ રૂપિયા 04,05,600 તથા ઉપરોક્ત ત્રણેય વાહનો ની કિંમત 10,00,000 માલી કુલ રૂપિયા 14,05,600 ના મુદામાલ સાથે મણી આવેલ હોય અને વાહન ચાલકો ભાગી ગયેલ હોય ,પી.એસ.આઈ શ્રી જે.ડી.મહિડા એ પ્રોહી અંગે ની કાયદેસર ની કાર્યવાહી કારેલ છે .

 

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY