લોસ એન્જલસ,તા.૧૩
ઓસ્કાર્સની બાબતમાં લિયોનાર્ડો ડિકેપ્રિયોનું નસીબ સતત ગ્રેટ રહ્યુ નથી. પોતાના સ્ટેચ્યૂ માટે ખૂબ જ રાહ જાયા બાદ તેને ગિફ્ટમાં આપવામાં આવેલો એકેડમી એવોર્ડ રિટર્ન કરવા માટે તેને ફરજ પાડવામાં આવી.
૪૪ વર્ષના આ સુપરસ્ટારે પાંચ નોમિનેશન્સ બાદ ‘ધ રેવનન્ટ’ માટે ૨૦૧૬માં પોતાનો એવોર્ડ જીત્યો હતો. તેને ‘ઓન ધ વોટરફ્રન્ટ’ માટે ૧૯૫૪માં મારલોન બ્રાન્ડોને એનાયત કરવામાં આવેલો ‘લિટલ ગોલ્ડ મેન’ રિટર્ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કેમ કે, એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના સંબંધમાં ચાલી રહેલા એક કોર્ટ કેસનો એક ભાગ છે.
‘ધ વોલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ’ માટે ફાઇનાન્સ પૂરું પાડનારા મલેશિયન ફાઇનાન્સર જા લોએ લિયોનાર્ડોને આ એવોર્ડ આપ્યો હતો. જા લોએ એક ઓક્શનમાં આ એવોર્ડ ખરીદ્યો હતો. જાકે, હવે તેના પર અબજા ડોલરની છેતરપિંડી કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




