વડોદરા,
તા.૧૯/૦૩/૨૦૧૮
વકીલોએ ટેબલ મુકવા બાબતે હોબાળો કર્યો, પોલીસનો લાઠીચાર્જ
વડોદરાની નવી બનેલી કોર્ટમાં પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવાની અપૂરતી વ્યવસ્થાને પગલે હોબાળો મચાવી દીધો હતો. એક તબક્કે વકીલો ડિસ્ટ્રક્ટ જજની ઓફિસમાં જઇને તોડફોડ કરી હતી. જેથી પોલીસે વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો. ગત શનિવારે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ અને સોમવારે કોર્ટના પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવા બાબતે હોબાળો મચાવી દીધો હતો.
વડોદરા શહેરમાં ૧૩૦ કરોડના ખર્ચે નવુ કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ કોર્ટ સંકુલનું ગત શનિવારે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ધાટન કર્યુ હતુ. સોમવારે નવી કોર્ટનો પ્રથમ દિવસ હતો. કોર્ટ બિલ્ડંગમાં વકીલના ટેબલ મુકવા માટે અપૂરતી વ્યવસ્થા હોવાથી વકીલોને કોર્ટમાં ટેબલ લઇ જતા રોકવામાં આવ્યા હતા. જેથી વકીલોએ કોર્ટ પરિસરમાં હોબાળો કરી મુક્્યો હતો. એક તબક્કે વકીલો જજની ઓફિસમાં ધસી જઇને તોડફોડ કરી હતી જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વકીલો પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાને પગલે કોર્ટમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"