પોડિંચેરી વિકાસમાં કેમ પાછળ તેનો જવાબ કોંગ્રેસે આપવો જાઈએ : મોદી

0
145

પોંડિચેરી,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોંડિચેરીમાં આયોજીત એક જનસભાને સંબોધી હતી. જનસભામાં તેમણે કોંગ્રેસને બરાબરના ચાબખાં માર્યાં હતાં. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત પછી આઝાદ થયેલા દેશો આજે આપણા કરતા આગળ છે. પેંડિચેરીના લોકો સાથે વિકાસના મામલે ભેદભાવ થયો છે. કેન્દ્ર શાસિત રાજ્ય વિકાસની દોડમાં કેમ પાછળ છે, તેનો જવાબ કોંગ્રેસે આપવો જાઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા દિલ્હીમાં લોકતંત્રની વાતો કરે છે, પરંતુ પોંડીચેરીમાં વર્ષોથી પંચાયતની ચૂંટણી પણ યોજાવવા નથી દેતી. અહીંના લોકો સાથે આવો વિશ્વાસઘાત અવો વિશ્વાસઘાત કેમ કરી રહી છે તેનો પણ કોંગ્રેસ જવાબ આપે. પોંડીચેરીમાં જનતા દ્વારા ચૂંટવામાં આવેલા ધારાસભ્યોને વિધાનસભામાં કામ પણ નથી કરવા દેવામાં આવતું તેવો આક્ષેપ વડાપ્રધાને કોંગ્રેસ પર લગાવ્યો હતો.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું પોંડીચેરીના મુખ્યમંત્રી અગાઉથી જ શુભેચ્છા આપવા માંગુ છું કે જૂન મહિના બાદ કોંગ્રેસમાં તેમનું કદ વધવા જઈ રહ્યું છે. કારણ કે પૂર્વોત્તર અનેન કર્ણાટકની ચૂંટણી બાદ આખા દેશમાં એકમાત્ર નારાયણસામી જ કોંગ્રેસના સીએમ બચશે. કોંગ્રેસ તેમને ખભે બેસાડેને આખા દેશમાં એ દર્શાવવાનો પ્રયત્ન કરશે કે આખા દેશમાં તેઓ એકમાત્ર કોંગ્રેસી મુખ્યમંત્રી રહી ગયાં છે.
પોંડીચેરીમાં દેશને વિકાસની દિશામાં ગતિ આપવા સક્ષમ છે. નાની અર્થવ્યવસ્થા, પર્યટનમાં નવા આયામો રચી, ઈકો ફ્રેન્ડલી વ્યવહાર અપનાવી અને ૧૦૦ ટકા એલઈડી બલ્બ અપનાવી આ કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાનો વિકાસ કરી રહ્યો છે. અહીંના હેરિટેજને પણ સંગ્રહિત કરી આ રાજ્ય પોતાનું નામ કમાવી શકે છે. દુનિયાભરમાં પોંડિચેરી હેરિટેજ સિટીઝનું નેતૃત્વ કરવા સક્ષમ છે. અહીં સંભાવનાઓ પણ છે, સંસાધન પણ છે. વડાપ્રધાને અહીંના વિકાસ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવાની જાહેરાત કરી કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોને શાનદાર ભેટ આપી હતી.
સ્વદેશ દર્શન અંતર્ગત ૮૫ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે હેરિટેજ બચાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે ફાળવવામાં આવ્યાં છે. અહીં બીચ રેસ્ટોરેશનનું કામ કરવામાં આવી રÌšં છે. ઉડાન યોજનાથી પણ પોંડિચેરીને જાડવાની પહેલ કરવામાં આવી છે. જેનાથી પોંડિચેરીમાં પર્યટનની તમામ સંભાવનાઓ વધી ગઈ છે. હજારો કરોડો રૂપિયાના રોકાણથી અહીં રોજગારની સંભાવનાઓ પણ વધી છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ પન પોંડિચેરીને મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત ૧૨ લાખથી વધારેની વસ્તી ધરાવતતા પોંડિચેરીમાં ૩ લાખ ૨૫ હજારથી વધારેની લોન આપવામાં આવી છે. કોઈ પણ પ્રકારની બેંક ગેરેંટી વગર કરોડો રૂપિયાની લોન આપવામાં આવી છે. હું યુવાનોને અપીલ કરવા માંગુ છું કે, તેઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ ઉઠાવે. આ પ્રદેશે ૧૦૦ ટકા જનધન યોજના કવરેજ પણ હાંસલ કર્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY