ભરૂચ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્રારા નેશનલ લોક અદાલત યોજાઈ

0
123

ભરૂચ:

આજ રોજ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપકર્મે ભરૂચ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્રારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ પડેલ કેશો જેવા કે SBI બેન્ક,ઈન્ડિયન ઓવરસીસ બેન્ક,યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ગ્રામીણ બેન્ક,બેન્ક ઓફ બરોડા,ડી.જી.વી.સી.એલ,અને ફાઈનાન્સ કંપનીઓના કેસોનો ઝડપી નિકાલ આવે તે હેતુ થી નેશનલ લોક અદલાતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક અદાલતમાં કુલ ૧૧૪૫૯ કેશો નિકાલ માટે મુકવામાં આવ્યા હતાં.જેનું વિધિવત ઉદ્ઘાટન ભરૂચ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ સી.એમ.ભટ્ટના અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળના સેક્રેટરી  પી.જી.સોની ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સાંખ્યમાં વકીલો અને કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY