‘સ્ટુડન્ટ આૅફ ધી યર ટુ’ને હિટ ગણાવતા કરણ જોહર ટ્રોલ થયા

0
5

મુંબઈ,તા.૨૦
ખમતીધર ફિલ્મ સર્જક કરણ  સોશ્યલ મિડિયા પર વધુ એક વખત ટ્રોલ થવાનો વારો આવ્યો હતો જ્યારે લોકોએ જાહેરમાં સવાલ કર્યો હતો કે તમે અમને બેવકૂફ સમજા છો કે ?
બન્યું એવું કે કરણ જોહરે પોતાની લેટેસ્ટ ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યર ટુને હિટ ગણાવતી ટ્‌વીટ કરી હતી. એ સાથે લોકો એના પર તૂટી પડયા હતા અને વળતો પ્રહાર કર્યો હતો કે તમે અમને બેવકૂફ સમજા છો ? તમારી આ ફિલ્મ બોક્સ આૅફિસ પર પીટાઇ ગઇ છે. તમે રોકેલાં નાણાં પણ પાછાં મળ્યાં નથી એવા અહેવાલ છે. તો તમે કિયા આધારે એને હિટ ગણાવો છો ?
૨૦૧૨માં કરણે પોતે ડાયરેક્ટ કરેલી ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યર હિટ નીવડી હતી અને એના ત્રણમાંના બે કલાકાર આલિયા ભટ્ટ અને વરુણ ધવન અત્યારે એ લિસ્ટના કલાકારો ગણાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY