જ્યાં માનવી ત્યાં સુવિધાના સૂત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકાર કૃતનિર્ણયી છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
સુરત, તા.૨૫
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એ માત્ર ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિકાસશીલ રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે વર્ક કલ્ચરને બદલીને કર્મચારીઓને કર્મયોગી બનાવવાનું અભિયાન સરકારે આરંભ્યુ છે તેમ આહવા ખાતે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ બાદ આયોજિત કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.
પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા જેવા મુખ્ય ચાર આધાર સ્તંભો ઉપર કાર્યરત રાજ્ય સરકારે પ્રજાજનોની લાગણી, આશા, અપેક્ષાઓ અને સુખદુઃખને કેન્દ્ર સ્થાને રાખી, જ્યાં માનવી ત્યાં સુવિધાના સૂત્રને ચરિતાર્થ કરવાનું ભગિરથ કાર્ય ઉપાડયુ છે તેમ જણાવી, છેવાડાનો માનવી પણ સ્વમાનભેર આગળ વધે તે માટેના માર્ગ આ રાજ્ય સરકારે ખોલ્યા છે તેમ જણાવ્યું હતું.
સૌનો સાથ-સૌનો વિકાસ એ ઉદૃશને લક્ષ્ય સ્થાને રાખી રાજ્ય સરકારે ડાંગ જિલ્લામાં થયેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી, જિલ્લાને શ્રેષ્ઠતાની નવી ઊંચાઇએ લઇ જવા માટે સૌને ખભેખભા મિલાવીને કામ કરવાનો અનુરોધ કર્યો હતો.
ડાંગના યુવાનોમાં ધરબાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયાસના ભાગરૂપે, અહીં સ્પોટ્ર્સ એકેડમી સહિતની તમામ સુવિધાઓ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબોના ઉત્કર્ષ માટે પણ રાજ્ય સરકાર કૃતનિ?યી છે તેમ ઉમેર્યું હતું.
રોટી-કપડા અને મકાનથી એક પણ વ્યકિત વંચિત ન રહે તે દિશામાં કાર્ય કરતી સંવેદનશીલ સરકારે, વચનના વાયદા નહીં પરંતુ સાચા અર્થમાં જરૂરિયાતમંદોને લાભાન્વિત કરવાનું યજ્ઞકાર્ય આરંભ્યુ છે તેમ જણાવ્યું હતું ગરીબ-વંચિત-શોષિત પ્રજાજનોના સર્વાંગિણ વિકાસ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારના નિર્ણાયક પગલાઓનો ખ્યાલ આપતા શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિવાસી પ્રદેશમાં પેસા એક્ટનો સંપૂર્ણ અમલ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના પ્રજાજનોને તેમના મહેસૂલી અધિકારો મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર હકારાત્મક્તાથી વિચાર કરી રહી છે તેમ જણાવી, આદિવાસી વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ, તબીબી શિક્ષણ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની સરકારની ઝુંબેશનો પણ ખ્યાલ આપ્યો હતો. તેમણે ડાંગ જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીના સર્જનની રહેલી ઉજળી તકોનો ખ્યાલ આપી, અહીં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ પણ જણાવ્યું હતું.
છેવાડાના માનવીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકાય તેવા આશયથી રાજ્યમાં ખેલ મહાકુંભ જેવા રમતોત્સવનો પ્રારંભ કરાવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની દીર્ધદ્રષ્ટિને કારણે, આજે ડાંગ જેવા વિસ્તારમાંથી પણ ગુજરાત અને દેશને ગૌરવ અપાવનારા ખેલરત્નો મળી શક્યા છે તેમ જણાવતા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે, રાજ્યના રમતગીરોએ રમતગમત ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓનો ખ્યાલ આપ્યો હતો. સાપુતારા ખાતે તૈયાર કરાયેલા સ્પોટ્ર્સ હોસ્ટેલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનો લાભ લઇને, અન્ય પ્રતિભાશાળી રમતવીરોને પણ તેમની ક્ષમતાનો વિકાસ કરવાની તક સાંપડશે તેમ જણાવી શ્રી પટેલે જુદી જુદી ખેલ પુરસ્કાર યોજનાઓની પણ જાણકારી આપી હતી.
ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં પાયાકિય સુવિધાઓના વિકાસ સાથે અહીંના પ્રજાજનોએ પણ ખભેખભા મિલાવીને વિકાસમાં સહભાગીદારી નોંધાવી છે, તેમ જણાવતા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે ડાંગના યુવાનોમાં રહેલી પ્રતિભા, ક્ષમતાને નિખારી દેશને ગૌરવ અપાવ્યું છે. સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને જિલ્લાના વિઘાર્થીઓએ તેમની ક્ષમતાનો પરિચય આપ્યો છે તેમ જણાવ્યું હતું. સ્વરોજગારી ક્ષેત્રે પણ ડાંગના પ્રજાજનો મહેનત કરીને આગળ વધી રહ્યાં છે તેમ જણાવી રાજ્ય વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી રમણલાલ પાટકરે નિર્ણાયક અને પારદર્શક સરકારના વિકાસલક્ષી કાર્યક્રમોની ઝાંખી રજુ કરી હતી.
ડાંગ જિલ્લાની વહિવટી અને વિકાસલક્ષી કામગીરીની જાણકારી આપતા ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહાનુભાવોનું અહીં પુસ્તક, રૂમાલ અને સ્મૃતિચિન્હ અર્પણ કરીને પણ ભાવભર્યુ અભિવાદન કરાયુ હતું. આહવાના આંગણે પધારેલા મુખ્યમંત્રીશ્રીનું ડાંગ જિલ્લા ભાજપા સંગઠન સહિત આહવા તાલુકા પંચાયત, આહવા ગ્રામ પંચાયત, સાપુતારા હોટલ એસોસિએશન, પ્રયોશા પ્રતિષ્ઠાન સહિતના સંગઠનોએ પુષ્પમાળા અને સ્મૃતિભેટ આપી સ્વાગત કર્યું હતું. વિવિધ દાતાઓએ મુખ્યમંત્રીશ્રીને કન્યા કેળવણી નિધિના ચેકો પણ અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે આહવા ખાતે નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ બાદ મુખ્ય સ્ટેજ ઉપરથી ગિરિમથક સાપુતારા ખાતે તૈયાર કરાયેલા સ્પોટ્ર્સન હોસ્ટેલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, તથા આહવા ખાતે તૈયાર કરાયેલા
આભાર – નિહારીકા રવિયા કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલયનું ડીજીટલી લોકાર્પણ કરાયુ હતું. આ ઉપરાંત ઇકો ટુરિઝમ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ગીરાધોધ અને ગીરમાળ ધોધ ખાતે હાથ ધરાનાર પાયાકિય વિકાસકામોનું પણ મુખ્યમંત્રીશ્રીએ ડીજીટલી ખાતમુહૂર્ત કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી વન વિભાગ સહિત આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, અને પુરવઠા વિભાગના જુદા જુદા લાભાર્થીઓને વિવિધ લાભો પણ એનાયત કરવા સાથે, ડાંગ જિલ્લાની વેબસાઇટનું લોન્ચિંગ અને વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું. આહવાના આ કાર્યક્રમમાં વલસાડ/ડાંગના સાંસદશ્રી ડા.કે.સી.પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, રાષ્ટ્રીય પર્યટન વિભાગના ડીરેક્ટર શ્રી કરસનભાઇ પટેલ સહિતના હોદૃદારો, પદાધિકારીઓ, ડાંગના માજી રાજવીઓ, સ્પોટ્ર્સગ ઓથોરિટી આૅફ ગુજરાતના સચિવ શ્રી દિનેશ કાપડીયા, પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળી, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નિશ્વર વ્યાસ અને દેવેન્દ્રકુમાર ત્રિવેદી સહિતના ઉચ્ચાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભાવસભર પ્રાર્થના તથા સ્વાગત ગીતથી શરૂ થયેલા મુખ્યમંત્રીશ્રીના આહવાના કાર્યક્રમ દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ છટાદાર રજુઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના ઉદ્ધોંષક તરીકે શ્રી શૈલેષ માહલા, સંદિપ પટેલ અને બીજુબાલા પટેલે સેવા બજાવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ આટોપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



