બાપ..રે…કેટ વીન્સલેટે ઊંડા પાણીમાં સાત મિનિટ શ્વાસ રોકી રાખ્યો..!!

0
5

લોસ એન્જલ્સ,તા.૧૧
ઓસ્કાર વિજેતા અભિનેત્રી કેટ વીન્સલેટે આગામી ફિલ્મના એક શોટ માટે ઊંડ પાણીમાં સાત મિનિટ પોતાનો શ્વાસ રોકી રાખ્યો હતો એવા અહેવાલ પ્રગટ થયા હતા.
જેમ્સ કેમેરોનની સુપરહિટ ફિલ્મ અવતારની સિક્વલમાં કેટને લેવામાં આવી હતી અને એક અન્ડર વાટર સીનની ટ્રેનિંગ દરમિયાન એણએ સાત મિનિટ શ્વાસ રોકી રાખ્યો હતો એમ ખુદ જેમ્સે કહ્યું હોવાનું વેરાયટી ડાટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
જેમ્સે કહ્યું કે અન્ડર વાટર સીન કરવાની વાત માત્રથી કેટ એકદમ ઉત્તેજિત હતી અને એણે આ શોટ કરવામાં ગજબની ઊર્જા સાબિત કરીહ તી. એ નિયમિત યોગનાં આસનો અને વર્ક આઉટ કરે છે એટલે એ આટલા લાંબા સમય સુધી શ્વાસ રોકી શકી હતી એમ એણે પાછળથી કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY