શ્રીનગર,તા.૨૯
ભારતીય સેનાએ LOC પર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કરી દીધો છે. ભારતીય સેના દ્વારા ભારતીય સેનાની પૂંછ અને ઝાલરમાં આવેલી ચોકીઓ પર મોર્ટાર દ્વારા હુમલો કર્યો હતો જેનો આજે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના આ હુમલામાં પાકિસ્તાનની અનેક ચેકપોસ્ટ નષ્ટ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે પાક અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકીઓના લોન્ચિંગ પેડને નિશાન બનાવ્યા છે. આ લોન્ચિંગ પેડ હજારા અને રાવલકોટ સેક્ટરમાં આવેલા છે. ભારતના હુમલમાં આતંકીઓના કેટલાક લોન્ચિંગ પેડ નષ્ટ થઈ ગયા છે.
પાકિસ્તાન ઘણી વખત અંકુશ રેખાનું ઉલ્લંઘન કરતું રહે છે, તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓની સંખ્યા વધી ગઈ હતી. તેવામાં એકવાર ફરીથી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન તરફથી વધી ગયેલ હુમલાઓને રોકવા માટે મીનિ સ્ટ્રાઈક કરી લીધી છે.
પાકિસ્તાની રેન્જર્સે દ્વારા ૨૩ ઓગસ્ટે અંકુશ રેખા પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા નજીક નૌશેરા સેક્ટર ખાતે વહેલી સવારે પાકિસ્તાન તરફથી ભારતની ચાર સીમા સુરક્ષા ચોકીઓ પર મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો હતો. જાકે, તે ફાયરિંગમાં જાનહાનિ થઈ નહતી. પાકિસ્તાન તરફથી કલોર અને જંગલ પોસ્ટ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ સિવાય પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલ્સ પણ ફાયર કરવામાં આવ્યા હતાં.પાકિસ્તાન તરફથી અંકુશ રેખા પર શસ્ત્રવિરામ ભંગનો સિલસિલો સતત ચાલી રહ્યો હતો.
૧૪ ઓક્ટોબરે પણ શ્રીનગરના બહારી વિસ્તારમાં આતંકવાદીઓએ સશસ્ત્ર સીમા દળના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય આઠ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસે ત્રણ આતંકીઓની ધરપકડ કરી
જમ્મુ કાશ્મીર પોલીસે ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસ અને આ આતંકીઓ વચ્ચે બારામૂલા રોડ પર ફાયરિંગ થયું હતું, જે બાદ પોલીસે આ ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસને તેમની પાસેથી હથિયાર અને મોટા પ્રમાણમાં બારૂદ મળી આવ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




