મુંબઈ,તા.૨૯
દેશના પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ આવતા વરસે ફ્લોર પર જશે એવી માહિતી મળી હતી. અગાઉ આ ફિલ્મ આમિર ખાન કરવાનો હતો પરંતુ એણે શાહરુખનું નામ સૂચવ્યું હતું. આ ફિલ્મને હાલ સારે જહાં સે અચ્છા ટાઇટલ આપવામાં આવ્યું છે.
સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલાના સહિયારા નિર્માણ સમી આ ફિલ્મની સ્ક્રીપ્ટ અંજુમ રાજબલિએ લખી છે અને મહેશ મથાઇ એના ડાયરેક્ટર છે. અગાઉ એવી વાતો ઊડી હતી કે ભૂમિ પેડણેકરને હીરોઇન તરીકે પસંદ કરવામાં આવી છે પરંતુ રોની સ્ક્રૂવાલાએ કહ્યું કે હીરોઇન અને અન્ય સ્ટારકાસ્ટની અમે યોગ્ય સમયે જાહેરાત કરીશું. અમે આ ફિલ્મના શૂટિંગનો આરંભ ૨૦૧૯ના ફેબુ્રઆરી અથવા માર્ચમાં કરવા ધારીએ છીએ. રોની કેદારનાથના પણ સહનિર્માતા છે. તેણે કહ્યું કે હું વરસે ત્રણ કે ચાર ફિલ્મો પણ કરી શકું છું. મેં કોઇ નિયમ કે બંધન નથી રાખ્યાં કે હું કેટલી ફિલ્મો કરીશ. પરંતુ હું સ્ક્રીપ્ટથી માંડીને દરેક બાબતનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને પછી આગળ વધવામાં માનું છું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



