લોકોએ ત્રિપલ તલાક માટે નહીં રામ મંદિર બનાવવા માટે મત આપ્યા હતા : તોગડિયા

0
90

વડોદરા,
તા.૭/૩/૨૦૧૮

અયોધ્યામાં રામ મંદિર જ બનશે : તોગડિયા

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટીય મહામંત્રી પ્રવિણ તોગડીયાની કારનો સુરત નજીક એક્સીડ્ન્ત સર્જાયો હતો. જેમાં પ્રવિણ તોગડીયાનો બચાવ થયો હતો. અકસ્માત પહેલા વડોદરાથી સુરત જતાં પહેલા પ્રવિણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિર પણ બનવુ જાઇએ અને દેશના યુવાનોને રોજગારી પણ મળવી જાઇએ. આપણા દેશમાં ૨૦ કરોડ બેરોજગાર છે અને ગુજરાતમાં ૪૦ લાખ બેરોજગાર યુવાનો છે ત્યારે સરકારે બેરોજગારી દૂર કરવી જાઇએ.

પ્રવિણ તોગડીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિર જ બનશે તેની આજુબાજુમાં કોઇ પણ પ્રકારની બાબરી કે મસ્જીદ નહીં બનવા દઇએ. અને તેના માટે સંસદમાં કાયદો બનવો જરૂરી છે. લોકોએ ત્રિપલ તલાક માટે નહીં પણ રામ મંદિર બનાવવા માટે મત આપ્યા હતા. અને હવે તો ચાર વર્ષ પુરા થયા ત્યારે સરકારે સંસદમાં રામ મંદિર માટે કાયદો બનાવવો જાઇએ. અને જા સરકાર જ સંસદમાં કાયદો બનાવે તો દેશમાં પરિસ્થતિ નહીં બગડે. દાઉદ ઇબ્રાહિમ મામલે પ્રવિણ તોગડિયાએ જણાવ્યુ હતુ કે, દાઉદ ઇબ્રાહિમને ફાંસીએ ચડાવી દેવો જાઇએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY