લોકસભાની ચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે તમામ મોટા અને નાના પક્ષો પોત પોતાની અંતિમ વ્યુહરચના ઘડી કાઢવામાં વ્યસ્ત બનેલા છે.
વડાપ્રધાન નરેનમ્દ્ર મોદીને સત્તાથી દુર કરવા માટે વારંવાર એકતા દર્શાવવા માટેના પ્રયાસ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવે છે. હવે હાલના સંકેતોને જાતા કોઇ પાર્ટી બાંધછોડ કરીને આગળ વધવા માટે તૈયાર નથી. આનો સંકેત બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને તૃણમુળ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી આપી ચુક્યા છે. આવી સ્થતીમાં કોંગ્રેસની મુશ્કેલી પણ વધી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બસપ ફટકો આપી ચુકી છે.
પોત પોતાની મહત્વકાંક્ષા છોડીને ક્ષેત્રીય પક્ષો એક સાથે આવવા માટે તૈયાર નથી. આવી સ્થતીમાં મોદીના નેતૃત્વમાં ભાજપને સીધો ફાયદો થઇ શકે છે. કર્ણાટકમાં જેડીએસના નેતા કુમારસ્વામીની મુખ્યપ્રધાન તરીકે શપથ વેળા તમામ બિન ભાજપ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ઉપસ્થત રહ્યા હતા. શપથવિધીના મંચ પર વિપક્ષ દળોના નેતાઓ એક સાથે દેખાયા હતા. શક્ત પ્રદર્શન કર્યુ હતુ. એકબાજુ સોનિયા ગાંધી અને માયાવતીની અભૂતપૂર્વ કેમિસ્ટ્રી દેખાઇ હતી તો બીજી બાજુ ત્રીજા મોરચાની રચનાની કવાયતને આગળ વધારી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ખચકાટ તેમજ કોંગ્રેસથી અંતર રાખીને આગળ વધી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલની ખચકાટ પણ કેમેરામાં કેદ થઇ ગઇ હતી.રાજ્યોના જુદા જુદા વિરોધ પક્ષોને લાગે છે કે તમામ સાથે આવવાથી મોદી સરકારને સત્તાથી દુર કરવામાં સફળતા મળી શકે છે.
એક સાથે આવેલા વિપક્ષ જનઆક્રોશને પોતાની તરફેણમાં કરી શકે છે કે કેમ તે બાબત નિર્ણાયક સાબિત થઇ શકે છે. પહેલા પણ કોંગ્રેસના વિરોધમાં આ પ્રકારની એકતા જાવા મળી છે. અંતર એ છે કે કોંગ્રેસ પાર્ટી હવે બીજી બાજુ ઉભી છે. દેશમાં અઘોષિત ઇમરજન્સીની સ્થતી લાગુ કરવાનો મોદી સરકાર પર વિરોધ પક્ષો આરોપ કરી રહ્યા છે. વિપક્ષની એકતા કેટલી અસરકારક રહે છે તે બાબત આગામી દિવસોમાં જાણી શકાશે. જયપ્રકાશ નારાયણ જેવા વિશ્વાસપાત્ર વ્યક્ત વિપક્ષ પાસે આજે નથી. તે તેની નબળાઇ હોઇ શકે છે. લોકોનુ ધ્યાન હજુ મોદી તરફ છે તે બાબત સાચી છે. દેશમાં વર્ષ ૨૦૧૪ બાદથી મોદીની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. લોકસભા ચૂટણી બાદ મોદીની લોકપ્રિયતા વચ્ચે એકપછી એક રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની સતત હાર થઇ રહી છે. આશરે ત્રણ દશકના લાંબા ગાળા બાદ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં એક પક્ષને અથવા તો ભાજપને પ્રચંડ જીત લોકોએ આપી હતી. મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સામાન્ય લોકોએ ગઠબંધનની પ્રથાનો અંત આણીને ભાજપને પ્રચંડ બહુમતિ આપી હતી.
માત્ર ચાર વર્ષના ગાળામાં જ સરકારની સામે ગઠબંધનની સફળતાના અંદાજ ભાજપ માટે ચિંતાજનક બાબત હોઇ શકે છે. વિપક્ષી દળોને પણ સાવધાન રહેવાની જરૂર છે. જુની ભુલથી વિપક્ષી દળો શુ શિખી રહ્યા છે તે બાબત તેમને દર્શાવવી પડશે. મોટા ઉદ્ધેશ્યને હાંસલ કરવા માટે તેમને તેમની ક્ષેત્રીય મહત્વકાંક્ષાને દુર કરવી પડશે. મુળભૂત મુદ્દા પર સર્વસંમતિની સાથે આગળ આવીને કાર્યયોજના પ્રજાની સામે રજૂ કરવી પડશે. આર્થિક નિતીઓ પર તેમના તેમના વલણ સ્પષ્ટ કરીને તેમાં પણ સર્વસંમતિ દર્શાવવી પડશે. ભાજપ વિરોધી કેટલાક પક્ષો તો કોંગ્રેસની સાથે ઉભા થવા માટે પણ તૈયાર નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં લેવી પડશે.કર્ણાટકના કારણે બિન ભાજપનુ નેતૃત્વ કરવાની કોંગ્રેસની દાવેદારી ભલે મજબુત થઇ ગઇ છે.
પરંતુ જ્યાં સુધી મમતા બેનર્જી અને કેજરીવાલની ખચકાટ દુર થતી નથી ત્યાં સુધી કેટલીક સમસ્યા અકબંધ રહેશે. કરૂણાનિધી, ચન્દ્રશેખર રાવ અને નવીન પટનાયક જેવા રાજકીય પક્ષોને સાથે આવવા માટે અનેક બાબતોને છોડી દેવી પડશે. આ તમામ રીતે જાવામાં આવે તો વિપક્ષી એકતાની સામે હજુ ચિત્ર ધુંધળુ છે. કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીને તમામ વિરોધ પક્ષો આંખ બંધ કરીને નેતા તરીકે સ્વીકારી લેશે તે બાબત પણ શક્ય દેખાઇ રહી નથી. બીજી બાજુ મોદી સરકાર આક્રમક રણનિતી સામે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. તેમની તરફથી ભાજપ પ્રમુખ અમિત શાહ ચાણણ્ય નિતી માટે જાણીતા રહ્યા છે. જુદા જુદા પાસા વચ્ચે વિપક્ષી એકતાનુ ચિત્ર હાલ પુરતુ તો ધુંધળુ દેખાય છે. કર્ણાટક રાજ્ય એક નવા પ્રયોગ તરીકે સાબિત થઇ શકે છે.
વિપક્ષી નેતાઓએ અહીં આવીને સંદેશો આપ્યો છે કે ભાજપની સામે હવે તમામ વિરોધ પક્ષો સાથે મળીને લડવા માટે તૈયાર છે. હકીકતમાં તમામ પક્ષો પોત પોતાની રીતે આ પ્રયાસ કરી રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી કડવાશને ભુલીને આગળ વધી રહ્યા છે. બંન્ને સાથે આવ્યા બાદ લોકસભાની બે બેઠકો પર ભાજપની હાર થઇ હતી. તેલંગણાના મુખ્યપ્રધાન કે. ચન્દ્રશેખર રાવ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા ભાજપ વિરોધી મોરચાની રચના કરવાના સંકેત આપી ચુક્યા છે. પોતાનુ કદને ઘટાડીને કોઇ પાર્ટી એકતાને લઇને સાથે આવવા માટે ઇચ્છુક નથી. માયાવતી વારંવાર આ વાત કરી રહ્યા છે.
માયાવતી અને અખિલેશ કોંગ્રેસથી દુર છે. મમતા બેનર્જી પણ મહત્વકાંક્ષા છોડવા માટે તૈયાર નથી. આવી સ્થતીમાં વિપક્ષી એકતાના પ્રયાસ સફળ નહીં થાય તેમ માનવામા આવે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






