સેન્સેક્સ નિફ્ટીમાં સામાન્ય સુધારો, બેન્ક નિફ્ટી લાલ નિશાન પર બંધ

0
6

મુંબઈ,તા.૩૦
આજે માર્કેટમાં G ૨૦માં ટ્રમ્પ અને શી જિનપીંગની બેઠકને લઈને ચિંતાએ સાફ કરી દીધુ છે, માર્કેટમાં ઉપરી સ્તર પર દબાણ જાવા મળી રહ્યું છે. છેલ્લા કલાકમાં કેટલીક રીકવરી બાદ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર બંધ થયા તો બેન્ક નિફ્ટી આજે લાલ નિશાન પર બંધ થયા છે. અંતમાં નિફ્ટી ૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૮૭૭ પર બંધ થયો છે તો સેન્સેક્સ ૨૪ પોઈન્ટ વધીને ૩૬૧૯૪ પર બંધ થયો છે.
આજના કારોબારમાં તેલ ગેસના શેરોમાં દબાણ જાવા મળી રહ્યું છે જેમાં ફાર્મા, આઈટી, રિયલ્ટી શેરોમાં ખરીદારી જાવા મળી રહી છે. બેન્કીંગ શેરોમાં વેચવાલી થતા બેન્ક નિફ્ટી આજે ૭૭ પોઈન્ટ ગગડીને ૨૬૮૬૩ના સ્તર પર બંધ થયો છે.
આજના કારોબારમાં મિડ અને સ્મોલ કેપ શેરોમાં સારી ખરીદારી જાવા મળી રહી છે. જેનાથી બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૫૬ના વધારા સાથે ૧૫૦૩૯.૩૫ બંધ થયો છે. તો સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ૦.૫૨ ટકાના વધારા સાથે ૧૪૪૨૭.૧૬ના સ્તર પર બંધ થયો છે.
આજે મેટલ અને બેન્કીંગને છોડીને તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા છે. કારોબારના અંતમાં નિફ્ટીના ઓટો ઈન્ડેક્સ ૦.૭૪ ટકા, આઈટી ઈન્ડેક્સમાં ૧.૨ ટકા ફાર્મા ઈન્ડેક્સમાં ૨.૦૪ ટકા, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૨.૨ ટકાના વધારા સાથે બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY