શું લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનું વિસ્તરણ થશે કે નહિ..!?

0
13

મુંબઈ,તા.૧૪
મુખ્ય પ્રધાનપદના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણની કરેલી જાહેરાત હજુ સુધી પૂરી થઈ નથી. તાજેતરમાં જ પિતૃપક્ષનો સમયગાળો પૂરો થતાં કરવામા આવશે, તેવી વાતોએ જાર પકડ્યું હતું, પરંતુ ફડણવીસના મનમાં શું છે તે કોઈ જાણી શક્્યું નથી. જેમને પ્રધાનપદ મળવાની આશા છે અને જેમને પત્તુ કપાવાનો ડર છે તે તમામ વિધાનસભ્યો રાહ જઈને બેઠાં છે, પણ ફડણવીસને મુહૂર્ત મળતું નથી કે તેઓ ઈરાદાપૂર્વક ટાળી રહ્યા છે, તે સમજાતું નથી.
ભાજપના એક નેતાનું માનીએ તો વિસ્તરણની શક્્યતાઓ હવે નહીવત્ છે. ચાર રાજ્યોની ચૂંટણી માથા પર છે અને આવતા વર્ષે લોકસભા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પણ છે. આથી પક્ષના કામે તમામ નેતાઓએ લાગવાનું રહેશે. ભાજપશાસિત રાજ્ય તરીકે મહારાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું હોય, ફડણવીસને અન્ય રાજ્યોમાં પ્રચારની જવાબદારી પણ સોંપવામા આવે, તેવી શક્્યતા છે. વળી, રાષ્ટ્રીય નેતાગીરી હાલમાં ચૂંટણીમાં વ્યસ્ત છે અને નવા ચહેરાઓને લાવવાથી કોઈ ખાસ ફરક પડતો ન હોવાથી હાલમાં આ સમય બગાડવા જેવું થઈ જશે તેમ પણ માનવામાં આવે છે.
કેબિનેટ વિસ્તરણ માટે શિવસેના આગ્રહી છે કારણ કે સેના તેમના પ્રધાનોથી નારાજ છે અને તેમને હટાવી નવા ચહેરાઓને તક આપવા માગે છે, પણ ભાજપે દરેક પ્રાંત, પ્રદેશ અને સાથીપક્ષો વચ્ચે સમતુલા જાળવી વિસ્તરણ કરવાનું હોવાથી સમય લાગી રહ્યો છે. અગાઉ શનિવારે વિસ્તરણ કરવાના અહેવાલો હતા, પરંતુ ફડણવીસ શુક્રવારે ઉત્તરાખંડની મુલાકાતે હતા અને શનિ-રવિ દરમિયાન પણ મુંબઈમા હાજર ન હતા. આ વિષય પર તાજેતરમાં તેમણે કોઈ બેઠક યોજી હોય તેવું જણાતું નથી ત્યારે હવે વિસ્તરણ થશે કે નહીં તે સવાલ મહ¥વનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY