લંડન,તા.૧૪
બ્રિટનની સરકારની રશિયા વિરોધી પ્રવૃત્તિઓને લીધે બંને દેશના સંબંધો વધુ વણસ્યા હોવાની વાત રશિયાના રાજદૂત એલેકઝેંડર યાકોવેન્કોએ કહી હતી.
રશિયાના ભૂતપૂર્વ ડબલ એજન્ટ સર્ગેઇ ક્રિપાલની હત્યાનો પ્રયત્ન કરનાર બે મુખ્ય શકમંદ વ્યક્તિ રશિયાના જાસૂસ હોવાની વાત યાકોવેન્કોએ નકારી હતી. લંડનમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને યોજેલી પત્રકાર પરિષદમાં એમણે જણાવ્યું હતું કે બંને આરોપીના કહેવા પ્રમાણે તેઓ સામાન્ય સહેલાણીઓ હોવાની વાત ન માનવાને કોઇ કારણ નથી. બ્રિટનના ગુપ્તચર જૂથે કરેલી જાહેરાત પ્રમાણે બેલિન્ગકેટે ક્રિપાલ અને એની પુત્રીને માર્ચમાં સાલિસબરીમાં ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કરનાર બંને વ્યક્તિને રશિયન મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારી તરીકે ઓળખવામાં આવ્યા છે અને એમના ખરાં નામ એલેકઝેંડર મિસકીન અને એનાટોલી ચેપીગા છે. બંનેએ એવો દાવો કર્યો હતો કે તેઓ રુસલાન બોશિરોવ અને એલેકઝેંડર પેટ્રોવ છે. તેઓ બંને મિત્રો છે અને સ્પોર્ટસ ન્યુટ્રિશનમાં કામ કરે છે તથા સાલિસબરીના કેથેડ્રલના બાંધકામમાં રસ ધરાવતા હોવાથી ત્યાં ફરવા આવ્યા હતા.
યાકોવેન્કોએ એવો દાવો કર્યો હતો કે બેલિન્ગકેટના બ્રિટિશ સ્પેશિયલ સર્વિસીઝ સાથે ગાઢ સંબંધો છે અને તેઓ અમુક બાબતો લિક કરતા હોય છે. પોતાના દાવાના ટેકામાં કોઇ પૂરાવા વિશે પૂછતા એમણે જણાવ્યું હતું કે હું તમને પુરાવા આપી ન શકું, પણ હાલ અમારી પાસે આટલી જ માહિતી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



