ગાંધીનગર,તા.૧૪
દારૂબંધીની નીતિનો કડક અમલ કોઇપણ સંજાગોમાં કરવામાં આવશે તેવો સંદેશ ફરી વખત આપવા માટે રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ સીધા આદેશો આપ્યા બાદ ગઇકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ તથા ડી.જી.પી.ની કચેરી દ્વારા રાજ્યમાં પ્રોહીબીશનના ત્રણ મોટા કેસો કરી મોટે પાયે દારૂની હેરફેર પકડી પાડવામાં આવેલ છે.
ગઇકાલે પોલીસવડા શ્રી શિવાનંદ ઝાની સુચનાથી ડી.જી.પી.કચેરીના જી-૧ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ કરતાં સાબરકાંઠા જીલ્લામાંથી દારૂ ભરેલી બે ગાડીઓ પકડી પાડી છે. આ સંદર્ભે સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.
જેમાં બંને ગુનાઓમાં કુલ મળીને દારૂ અને બીયરની કુલ ૨૮૪૮ બોટલો પકડવામાં આવેલ છે. આ સાથે એક એક્સન્ટ ગાડી અને એક ઝાયલો ગાડી કે જેમાં ભરીને આ દારૂ લાવવામાં આવતો હતો તે પણ પકડવામાં આવેલ છે. કુલ મળીને બંને ગુનામાં ૧૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. બૂટલેગર દ્વારા રાજસ્થાનની આ દારૂ લાવી નાની ગાડીઓ મારફતે ગુજરાતના અલગ અલગ સ્થળોએ દારૂ સપ્લાય કરવામાં આવતો હતો.
તેવી જ રીતે રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પણ આજે લગઝરી બસ મારફતે રાજ્યમાં દારૂ સપ્લાય કરવાનો એક કેસ પકડી પાડવામાં આવેલ છે. સ્ટેટ મોનીટરીંગની ટીમને બાતમી મળેલ હતી કે રાજ્યમાં હરિયાણાથી લગઝરી બસ મારફતે દારૂ ઘુસાડવામાં આવી રહેલ છે. જે બાતમીના આધારે આણંદ જીલ્લાના બોરસદ ખાતે એક લગઝરી બસ પકડી પાડવામાં આવેલ હતી જેમાંથી કુલ ૧૨ લાખની કિંમતનો દારૂ મળી આવેલ હતો.
આ સંદર્ભે બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરવામાં આવેલ છે. આ રેઇડ દરમ્યાન કુલ રૂ. ૨૨ લાખનો મુદ્દામાલ અને બે આરોપી પકડી પાડવામાં આવેલ છે. નોંધપાત્ર બાબત એ હતી કે આ સ્લીપર કોચ બસમાં કોઇ મુસાફરો ન હતા અને સીટ નીચે દારૂ છુપાવવા માટે અલગથી ખાના બનાવવામાં આવેલ હતા. બસની આગળ અને પાછળ એકની ઉપર બીજી એમ બે નંબર પ્લેટ પણ લગાવવામાં આવેલ હતી જેમાંથી એક નંબર પ્લેટ ગુજરાતની અને બીજી રાજસ્થાનની હતી જેથી જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતની નંબર પ્લેટે રાખી શકાય અને બસ રાજસ્થાનની હદમાં પ્રવેશે ત્યારે રાજ્સ્થાનની નંબર પ્લેટ રાખી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



