ન્યુ દિલ્હી,તા.૧૪
દેશમાં એક સાથે ૧૧ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી કરવાની ભાજપની યોજના પર કોંગ્રેસે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. મંગળવારે કોંગ્રેસના નેતા અશોક ગહેલોતે જણાવ્યું કે, પીએમ મોદી લોકસભાને ભંગ કરે અને એક સાથે ચૂંટણી કરાવે, કોંગ્રેસ ચૂંટણી લડવા માટે તૈયાર છે. જાકે બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે, દેશમાં એક સાથે ચૂંટણી કરાવવી શક્્ય નથી. જેના માટે બંધારણમાં સંશોધન કરવું પડે. કોંગ્રેસે માગણી કરી છે કે, પીએમ મોદી પહેલા રાજીનામું આપે અને બાદમાં એક સાથે ચૂંટણી કરાવે. જેના પર ભાજપનું કહેવુ છે કે, એક સાથે ચૂંટણી કરવા માટે બંધારણમાં સંશોધન કરવાની કોઈ જરૂર નથી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





