રિવરડેલના હીરો લ્યુક પેરીનું અવસાન

0
26

લોસ એન્જલ્સ,તા.૫
હોલિવૂડની હિટ ફિલ્મ રિવરડેલના હીરો લ્યુક પેરીનું ૨૮ ફેબ્રુઆરીએ સ્ટ્રોકના હુમલાથી અવસાન થયું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
લ્યુકની ઉંમર ૫૨ વર્ષની હતી. એને પહેલો સ્ટ્રોક ૨૭ ફેબુ્રઆરીએ આવ્યો હતો. એના જનસંપર્ક અધિકારીએ આપેલી માહિતી મુજબ લ્યુકના અંતિમ શ્વાસ વખતે એની પહેલી (ભૂતપૂર્વ ) પત્ની મીની શાર્પ, હાલની મંગેતર વેન્ડી મેડિસન અને એના પ્રથમ લગ્નનાં બાળકો જેક અને સોફી, એની માતા એન બેનેટ, ઓરમાન પિતા સ્ટીવ બેનેટ, સગાં ભાઇબહેન ટોમ પેરી તથા એમી કોડર એની પથારી પાસે હાજર હતાં.
લ્યુકના મેનેજર આર્નોલ્ડ રોબિન્સને મિડિયાને એવી વિનંતી કરી હતી કે આ આઘાતના પ્રસંગે લ્યુકના પરિવારને એકલો છોડી દેશો. હાલ એમને કોઇ આડાઅવળા સવાલો પૂછીને શોક અને વ્યથામાં વધારો કરશો નહીં, પ્લીઝ..

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY