મુંબઈ,તા.૫
મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક જ્હોન અબ્રાહમને જાસૂસના રોલમાં રજૂ કરતી ફિલ્મ રોમિયો અકબર વાલ્ટરનું ટીઝર સોમવારે રિલિઝ થયું હતું.
આ પ્રસંગે મિડિયા સાથે વાત કરતાં જ્હોને કહ્યું કે લડાઇ આતંકવાદ સામે છે, કોઇ ધર્મ કે દેશ સામે આપણી લડાઇ નથી. ‘હું અન્યોની જેમ વાડ પર બેસીને મોઘમ કે ગોળ ગોળ બોલવામાં માનતો નથી. હું મારા વિચારોમાં સ્પષ્ટ છું કે આપણી લડાઇ કોઇ ધર્મ કે દેશ સામે નથી, હોઇ શકે પણ નહીં. આપણી લડાઇ આતંકવાદ સામે છે. મને ખાતરી છે કે મારી સ્પષ્ટ વાત ઓડિયન્સને ગમશે’ એમ જ્હોને કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે આતંકવાદ શબ્દ શાપિત છે. એ શબ્દને જ નષ્ટ કરી દેવાની તાતી જરૂર છે. આ લડાઇ કોઇ પાડોશી દેશ સાથે નથી. મારી ફિલ્મોમાં હું બિનજરૂરી હીરોગીરી દેખાડવામાં માનતો નથી. જે જરૂરી હોય તેટલુંજ દેખાડવામાં માનું છું. રા જાસૂસીને લગતી ફિલ્મ છે. એમાં પાડોશી સાથે લડાઇ કરવાની વાત નથી.
તેણે વધુમાં એવી માહિતી આપી હતી કે સોનાલી બેન્દ્રે, આમિર ખાન અને નસીરુદ્દીન શાહને રજૂ કરતી ફિલ્મ સરફરોઝની સિક્વલ સરફરોઝ ટુની સ્ક્રીપ્ટ તૈયાર થઇ રહી છે. સ્ક્રીપ્ટ તૈયાર થઇ જાય ત્યારબાદ હું સરફરોઝ ટુ બનાવવાનો છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




