લોસ એન્જલ્સ,તા.૨૨
હોલિવૂડના હોનહાર અદાકારો રોબર્ટ પેટિન્સન અને એલિઝાબેથ ડેબિકી ક્રિસ્ટોફર નોલાન નિર્દેશિત નવી ફિલ્મ માટે સાઇન થયાં હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
ક્રિસ્ટોફર નોલાન અને એની દોસ્ત અભિનેત્રી એમા થોમસ એક ઇવેન્ટ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મ માટે પેટિન્સન અને ડેબિકી સાઇન થયાં હોવાનું હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું.
પેટિન્સન હાલ ક્લેર ડેનિસની પોતે કરેલી ફિલ્મ હાઇ લાઇફ રિલિઝ થવાની વાટ જાઇ રહ્યો છે તો ડેબિકી સ્ટીવ મેક્ક્વીન નિર્દેશિત ફિલ્મ વીડો રજૂ થવાની વાટ જુએ છે.
ફિલ્મના ટાઇટલ અને સ્ટોરીલાઇન વિશે હાલ ગુપ્તતા જાળવામાં આવી છે. વોર્નર બ્રધર્સે અગાઉ એવી જાહેરાત કરી હતી કે ક્રિસ્ટોફર નોલાનની આગામી ફિલ્મ ૨૦૨૦ના જુલાઇની ૧૭મીએ આઇમેક્સમાં રજૂ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




