માંડવી માં મહિલાના ઘરેથી દારૂ ઝડપાયો

0
21

સુરત, તા.૨૯
માંડવી તાલુકાના ગોદાવાડી-દાદરી ફળીયાના એક મકાનમાં પોલીસે દરોડા પાડી વગર પાસ પરમીટની ૫૨૮ નંગ બોટલો કિંમત રૂ.૨૬૪૦૦ની મતાની કબજે કરી મહિલા બુટલેગરને વોન્ટેડ બતાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના ગોદાવાડીના દાદરી ફળીયામાં કોતાબેન નારસિંગભાઈ ચૌધરી રહે છે. માંડવી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી વગર પાસ પરમીટની ૫૨૮ નંગ બોટલો કિંમત રૂ.૨૬૪૦૦ની મતાની કબજે કરી હતી. પોલીસના દરોડા દરમ્યાન મહિલા બુટલેગર કાંતાબેન ચૌધરી સ્થળ પર નહીં આવતા પોલીસે તેને ચોપડા પર વોન્ટેડ બતાવી હતી. પોલીસે પ્રોહિબીશન એક્ટ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY