દિલ્હીમાંથી ગુમ થતાં દરેક ૧૦ બાળકોમાંથી છની ભાળ મળતી નથી : રિપોર્ટ

0
10

ન્યુ દિલ્હી,તા.૨૬
દિલ્હીમાંથી ગુમ થતાં દરેક ૧૦ બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્‌સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં ૬૩ ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી ૩૦ ટકા છે.
દિલ્હીમાંથી ૨૦૧૮માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી ૨૬,૭૬૧ જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત ૯,૭૨૭ બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે ૨૦૧૫માં રોજ ૨૨ બાળકો ગુમ થતાં હતાં, પણ ૨૦૧૭માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા ૧૮ થઇ છે.
આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે ૧લી જાન્યુઆરી, ૨૦૧૨થી ૨૦ માર્ચ, ૨૦૧૭ વચ્ચે ૨,૪૨,૯૩૮ બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી ૧,૭૦,૧૭૩ બાળકો જ શોધી શકાયાં હતાં.
રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.
રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો ૧૨-૧૮ વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY