પ્રેમિકાને મનાવવા માટે પ્રેમીએ ૩૦૦ બેનરો લગાવ્યા

0
26

પિંપરી ચિચવડ,તા.૧૯
પ્રેમમાં રિસામણા મનામણાના કેટલાંય કિસ્સા તમે સાંભળ્યા હશે. પરંતુ મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડમાં એક પ્રેમીએ પ્રેમિકાને મનાવા માટે એવી ટ્રિક અપનાવી કે તેની ચર્ચા આખા મહારાષ્ટ્રમાં જારશોરથી થઇ રહી છે. એક પ્રેમીએ પોતાની રિસાયેલી પ્રેમિકાને મનાવા માટે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડને બેનરથી જાણે ‘રંગી’ નાંખ્યું છે. તેના માટે તેણે ૧૦-૨૦ નહીં પરંતુ ૩૦૦ બેનર લગાવ્યા છે. વીજળીના થાંભલાથી લઇ દરેક નાની-મોટી જગ્યા પર આ બેનર લગાવ્યા છે. કહેવાય છે કે પ્રેમ કરવો સરળ છે પરંતુ તેને નિભાવો મુશ્કેલ છે.
નિલેશ ખેડકર નામના પ્રેમીએ તમામ હદો પાર કરી દીધી. તેને ખબર પડી કે તેની રિસાયેલી પ્રેમિકા મુંબઇથી પૂણે આવી રહી છે. તેની પ્રેમિકા વાકડ રસ્તે આવશે તો તેને વાકડથી પિંપલે સોદાગર સુધી ૩૦૦ બેનર લગાવ્યા છે, તેમાં ‘સોરી’ લખીને પ્રેમનો એકરાર કર્યો છે.
પ્રેમીએ આ બેનર લગાવા માટે પોલીસ મેનેજમેન્ટથી ખોટું બોલી ગુમરાહ કર્યા. તેણે કહ્યું હતુંલ કે જે બેનર લગાવી રહ્યા છે તે શોર્ટ ફિલ્મના છે. એવામાં મેનેજમેન્ટ આ પ્રેમી યુવક પર કાર્યવાહી કરવા અંગે વિચારી રહ્યું છે. આ બેનરની ચર્ચા આખા મહારાષ્ટ્રમાં છે. હવે ગમે તે થાય પરંતુ આ પ્રેમના ચક્કરે પ્રેમીને કાયદાના ચક્કરમાં નાંખી દીધો છે.
આખા કિસ્સા અંગે નિલેશનું કહેવું છે કે તે પોતાની પ્રેમિકા માટે કંઇપણ કરવા તૈયાર છે. તેને ભલામણ કરી છે તે પોલીસ તેની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી ના કરે. જા પ્રેમિકાના માટે જેલમાં પણ જવું પડે તો તે જવા માટે માનસિક રીતે તૈયાર છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY