પટના,તા.૨૩
બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારના હાથથી દિલ્હી અને પટના સ્થિત સંપત્તિ સરકી શકે છે. બેનામી સંપત્તિ એક્ટ અંતર્ગત બંને શહેરોમાં લાલુના પરિવારની પાશ વિસ્તારમાં આવેલ સંપત્તિ જપ્ત થઈ શકે છે. આઈટી વિભાગના મુખ્ય અધિકારીએ આ વાતની જાણકારી આપી છે. એમણે જણાવ્યું કે બેનામી સંપત્તિ એક્ટ અંતર્ગત આવકવેરા વિભાગે લાલુ પ્રસાદ યાદવના પરિવારની કુલ ૧૭ સંપત્તિઓ સીઝ કરી છે, જેની કિંમત ૧૨૮ કરોડની છે.
જે સંપત્તિને અટેચ કરવામાં આવી છે તેને લાલુના પરિવારની નજીકના લોકોએ ખરીદી હતી, જ્યારે લાલુ દેશના રેલવે મંત્રી હતા ત્યારે આ જમીન ખરીદવામાં આવી હતી. આરોપ છે કે ડમી કંપનીઓ દ્વારા આ સંપત્તિ ખરીદવામાં આવી હતી. આ સંપત્તિઓના માલિકાના હકને બાદમાં બીજા સદસ્યો રાવડી દેવી, તેજસ્વી યાદવ, ચંદા, મીસા, રાગિની, શૈલેશ કુમારને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બેનામી સંપત્તિના કાયદા મુજબ આ સંપત્તિઓને આવકવેરા વિભાગ પોતાના કબ્જામાં લઈ શકે છે. જા કે આવકવેરા વિભાગ ઈચ્છે તો કોર્ટમાં આ મામલો ચાલે ત્યાં સુધી આ લોકો આ જગ્યાએ ભાડૂત તરીકે રહી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





