વાડ જ ચીભડાં ગળે..! સુરેન્દ્રનગર સબજેલના જેલર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

0
30

સુરેન્દ્રનગર,તા.૨૩
સબજેલનો જેલર લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટ છઝ્રમ્એ સબજેલરને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ જેલરે જેલમાં બંધ બે આરોપીઓને હેરાન નહીં કરવા માટે લાંચ માગી હતી.
લાંચની રકમ પણ કેટલી મામૂલી માત્ર રૂ. સાત હજાર. આટલી નજીવી રકમની લાલચમાં આ જેલરે પોતાનું ભવિષ્ય દાવ મુકવ્યું અને આખરે છઝ્રમ્એ છટકુ ગોઠવીને જેલરને ઝડપી પડ્યો. પોલીસે આ મુદ્દે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના મામલે મળતી જાણકારી પ્રમાણે, ગતરોજ રાજકોટ છઝ્રમ્એ સુરેન્દ્રનગરની સબજેલના જેલરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેલરે જેલમાં બંધ ૨ આરોપીઓને હેરાન નહીં કરવા માટે ૭ હજાર જેવી સામાન્ય રકમ માગી હતી.
જા કે, આ ઘટના અંગેની જાણકારી રાજકોટ છઝ્રમ્ને મળતા એસીબીની એક ખાસ ટીમે છટકું ગોઠવ્યું હતું અને જ્યારે જેલર લાંચની રકમ લેવા ગયો ત્યારે છઝ્રમ્ તેને રંગે હાથ ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પાટડી ખાતેથી એક સરકારી અધિકારી જમીન બાબતે લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલના જેલર જ આરોપીઓને કનડગત નહીં કરવા માટે માંગેલ ૭ હજારની રકમ લેતા એસીબીની ઝપટે ચડી જતાં વાડ ચીભડાં ગળે તેવી સ્થિતિ સર્જાઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY