ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ૩૮-૩૮ બેઠકો પર ચૂંટણી લડશે,અમેઠી-રાયબરેલી સીટ છોડી
ગુરૂ-ચેલાની ઊંઘ ઉડાડી દેવાનું છે અમારું લક્ષ્યાંક, મોદીને પીએમ બનતાં અમે રોકીશું,બોફોર્સ કાંડમાં કોંગ્રેસ સરકાર ગઈ, હવે રાફેલમાં ભાજપ પણ જશે,ભાજપને કોઈપણ ભોગે કેન્દ્રમાં નહીં આવવા દઈએઃ માયાવતી
લખનૌ,તા.૧૨
બસપા સુપ્રીમો માયાવતીએ પત્રકાર પરિષદ દરમ્યાન ઓછામાં ઓછી બે વખત જાર આપીને ૧૯૯૫ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાર્ટી એ જનહિત માટે તેને ભૂલી સપાની સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.
એક સમયે એકબીજાના સાથી રહેલ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ શનિવારના રોજ અંદાજે ૨૫ વર્ષ બાદ એક વખત ફરીથી સાથે આવવાની ઐતિહાસિક જાહેરાત કરી દીધી. સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે સંયુકત પત્રકાર પરિષદમાં બસપા મુખ્યા માયાવતી એ તેની જાહેરાત કરી. યુપીની ૮૦ લોકસભા સીટોમાંથી ૩૮-૩૮ પર સપા-બસપા ચૂંટણી લડશે. ગઠબંધનથી કાંગ્રેસને બહાર રાખ્યું છે. પરંતુ ગાંધી પરિવારના પરંપરાગત ગઢ અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધન ઉમેદવાર ઉતરશે નહીં. માયાવતીએ કહ્યું કે બાકી ૨ સીટો બીજા પક્ષો માટે રાખી છે. બસપા સુપ્રીમો એ કહ્યું કે જે રીતે ૧૯૯૩મા અમે સાથે મળીને ભાજપને હરાવ્યું હતું આ વખતે પણ તેને હરાવીશું.
બસપા સુપ્રીમો એ પત્રકાર પરિષદ દરમ્યાન ઓછામાં ઓછી બે વખત ભારપૂર્વક ૧૯૯૫ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાર્ટીએ જનહિત માટે તેને ભૂલી સપા સાથે ગઠબંધનનો નિર્ણય કર્યો. માયાવતી એ કહ્યું કે લોહિયાજીના રસ્તા પર ચાલી રહેલ સમાજવાદી પાર્ટીની સાથે ૧૯૯૩મા માન્યવર કાશીરામ અને મુલાયમ સિંહ યાદવ દ્વારા ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા. હવાનો રૂખ બદલાતા ભાજપ જેવી ઘોર સાંપ્રદાયિક અને જાતિવાદી પાર્ટીને હરાવીને સરકાર બનાવી હતી. લખનઉ ગેસ્ટ હાઉસ કાંડથી ઉપર જનહિતને રાખતા ફરી એકવખત દેશમાં આ રીતે દૂષિત અને સાંપ્રદાયિક રાજનીતિને હરાવા માટે હાથ મિલાવ્યો છે.
લખનઉની હોટલ તાજમાં પત્રકાર પરિષદની શરૂઆતમાં બસપા સુપ્રીમો એ કહ્યું કે તેઓ આ પત્રકાર પરિષદ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ એટલે કે ગુરૂ-ચેલાની ઉંઘ ઉડાડી દીધી છે. તેમણે કહ્યું કે ૧૯૯૦ની આસપાસ ભાજપના ઝેરીલા માહોલના લીધે સામાન્ય જન જીવન પર અસર થઇ હતી અને પ્રજા ત્રસ્ત હતી. આજે પણ એવો જ માહોલ છે અને અમે એક વખત ફરીથી તેને હરાવીશું.
કેન્દ્ર અથવા રાજ્યમાં સત્તા ચાહે બીજેપી પાસે હોય કે કાંગ્રેસ પાસે, વાત એક જ છે.” આ તક પર માયાવતીએ કહ્યું કે, “કાંગ્રેસ ગઠબંધનમાં સામેલ થાય તો એસપી અને બીએસપીને કોઇ જ ફાયદો નથી. તેમનાં મોટાભાગનાં વાટ ટ્રાન્સફર થતા નથી. બીજેપી અથવા જાતિવાદી પાર્ટીઓને તેમના વાટ જતા રહે છે, અથવા વિચારીને કરવામાં આવેલા રણનીતિ પ્રમાણે બીજે જતા રહે છે. અમારા જેવી ઇમાનદાર પાર્ટીઓને કોઇ લાભ મળતો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



