લખનૌ,તા.૧૨
પશુપાલન મંત્રી એસપી સિંહ બઘેલ રખડતા પશુઓથી પરેશાન થઈને ખેડૂતો પાસે ઓફર લઈને પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ૨૦૦ ગાય રાખો. સરકાર ૩૦ રૂપિયાના હિસાબથી તમને રૂ. ૬ હજાર પ્રતિદિન અને ૧.૮ લાખ રૂપિયા મહિનાના ચૂકવશે. કેબિનેટ મંત્રી બઘેલે ગુરુવારે આગ્રા રોડમાં ઉદય ગાર્ડનમાં યોજાયેલ ભાજપના કિશાન મોરચામાં કાર્યશાળાને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં વ્રજ ક્ષેત્રના ૧૬ જિલ્લાઓનાં કિસાન મોરચાનાં પ્રમુખ, જનરલ સેક્રેટરી અને અન્ય અધિકારીઓ આવી પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે હું ખેડૂતોનુ દુઃખ અનુભવું છું. મને ખબર છે કે જેવી રીતે લોકો લૂંટથી બચવા માટે ગામોનુ પેટ્રોલિંગ કરતા હોય એમ તમે પણ પાક બચાવવા માટે આખી આખી રાત જાગો છો. હું ગામડાઓમાં જાઉં તો લોકો રસ્તાઓ, પાણી અને વિજળીને બદલે, ઢોરની સમસ્યા માટેના ઉકેલ વિશે પૂછે છે. ઉત્તર પ્રદેશ એ દેશનુ પહેલુ રાજ્ય છે કે જેણે એબીસી કંપની સાથે વર્ગીકૃત કરેલ વીર્ય સાથે કરાર કર્યો છે. વર્ગીકૃત વીર્યના ઉપયોગથી માત્ર ૯૨ ટકા વાછરડા જ જન્મશે.
પાંચ મહિનામાં દરેક હોસ્પિટલે વીર્ય આપી દેવામાં આવશે. જો યોગી સરકારની આ નીતિ ૧૦ વર્ષ માટે ઉત્તર પ્રદેશમાં લાગુ થઈ જાય તો તે શ્રેષ્ઠ પશુધન રાજ્ય બનશે. તેમણે કહ્યું કે રૂ ૧.૧૨ કરોડના ખર્ચે તમામ જીલ્લાઓમાં ગો સંરક્ષણ હાઉસ બાંધવામાં આવશે. ૫૨ સ્થળોએ બાંધકામ ચાલુ છે. હથરા અને અલીગઢમાં કઈ જગ્યાએ બનાવવુ એ પણ નક્કી કરી નાખ્યું છે. તેમના સંબોધન દરમિયાન કેબિનેટ મંત્રીએ કોંગ્રેસ અને એસપી પર કટાક્ષો કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



