કુંભમેળાના કારણે ઉ.પ્રદેશના ૧.૨ લાખ કરોડની આવક થશે

0
4

ઉદ્યોગોના રાષ્ટ્રીય સંગઠન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનું અનુમાન
આવકની સાથે સાથે છ લાખ લોકોને રોજગારી પણ મળશે
લખનૌ,તા.૨૦
ઉદ્યોગોના રાષ્ટ્રીય સંગઠન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીનુ માનવુ છે કે કુંભ મેળાના કારણે યુપીના અર્થતંત્રમાં તેજી આવશે.
સીઆઈઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કુંભ મેળાના કારણે યુપીને ૧.૨ લાખ કરોડ રુપિયાની આવક થશે અને તેની સાથે સાથે ૬ લાખ લોકોને રોજગારી પણ મળશે.
યુપી સરકારે ૫૦ દિવસના કુંભમેળા માટે ૪૨૦૦ કરોડ રુપિયા ફાળવ્યા છે.જે ૨૦૧૩ના કુંભ મેળાની સરખામણીએ ત્રણ ગણા વધારે છે.જેની ખાસી ચર્ચા છે.
જાકે તેની સામે સીઆઈઆઈનુ કહેવુ છે કે હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨.૫ લાખ લોકોને તો એરલાઈન્સ અને એરપોર્ટ સેક્ટરમાં ૧.૫ લાખ લોકો માટે રોજગારીની તકો ઉભી થશે.ટુર ઓપરેટર્સ ૪૫૦૦૦ લોકોને કામ પર રાખશે.ઈકો ટુરિઝમ અને મેડિકલ ટુરિઝમમાં ૮૫ લાખ લોકોને રોજગાર મળશે.જેનાથી સરકારી એજન્સીઓ અને વેપારીઓની કમાણી વધશે.ટુર ગાઈડ્‌સ ટેક્સી ડ્રાઈવર સહિતના અસંગઠિત ક્ષેત્રોમાં બીજી ૫૦૦૦૦ નોકરીઓ ઉભી થશે.
કુંભ મેળાને જાવા માટે ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, મલેશિયા, સિંગાપુર, સાઉથ આફ્રિકા, જેવા દેશોમાંથી પર્યટકો આવી રહ્યા છે.કુંભમેળાના કારણે યુપીના પાડોશી રાજ્યો, ઉતરાખંડ, રાજસ્થાન, પંજાબ અને હિમાચલ પ્રદેશને પણ ટુરિઝમની આવક થઈ શકે છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY