લખનઉ,તા.૨૫
ઉત્તરપ્રદેશમાં છાશવારે બનતા એન્કાઉન્ટરનાં બનાવોને લઈને કોંગ્રેસે યોગી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ચિદમ્બરમે કહ્યું કે યુપીની જનતા “બાહુબલી મોડેલ”નો ગંભીર ભોગ બની રહી છે.
પૂર્વ નાંણા પ્રધાન પી.ચીદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું કે,છેલ્લા ૧૬ મહિનામાં ઉત્તર પ્રદેશ પોલીસે અથડામણમાં ૭૮ લોકોને ઠાર માર્યા છે. બંધારણ મુજબ આને કાયદો અને વ્યવસ્થાનું રાજ કહેવાય?એક સમાચાર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ શાસનનાં બાહુબલી મોડેલમાં કાયદો અને વ્યવસ્થા ચિંથડેહાલ છે. જમ્મુ કાશ્મીર પછી યુપી એવું બીજુ રાજ્ય છે જે બાહુબલી સરકારનાં અતિરેકથી પીડીત છે.
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનાં ૧૬ મહિનાનાં કાર્યકાળમાં ૩૦૦૦થી વધુ એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે ૭૮ શંકાસ્પદ આરોપીઓને ઠાર કર્યા છે. રાજય ડીજી ઓફીસનાં એક અધિકારીએ જણાંવ્યું કે આ આંકડા માર્ચ-૨૦૧૭થી જુલાઈ-૨૦૧૮ સુધીનાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



