મુખ્યમંત્રી યોગીના ગઢમાં લાગ્યા પોસ્ટરઃ રાણી લક્ષ્મીબાઇના અવતરમાં દેખાયા પ્રિયંકા ગાંધી

0
4

લખનૌ,તા.૨૮
કોંગ્રેસ કાર્યકર્તાઓએ વારાણસી બાદ હવે ગોરખપુરથી પ્રિયંકા ગાંધી વાડ્રાને લોકસભા ચૂંટણી લડવાની માગ કરી છે. રાહુલ ગાંધીને આ અપીલ સાથે પોસ્ટર લગાવ્યા છે અને તેની પર રાહુલ ગાંધીને આગામી PM પણ દર્શાવ્યા છે.
કોંગ્રેસનો ભાગ બની ચૂકેલી પ્રિયંકા ગાંધી વાડ્રાના ચૂંટણી વિસ્તારને લઈને હવે ચર્ચાએ જાર પકડ્યુ છે. પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી બનેલી પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે જારદાર જાશ દેખાઈ રહ્યો છે.
કદાચ આજ કારણ છે કે અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવાની માગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વારાણસી બાદ ગોરખપુર બેઠક પરથી પ્રિયંકાને ઉમેદવાર બનાવવાની અપીલ કરી છે.
પ્રિયંકાને ઉમેદવાર બનાવવાની માગવાળા બે પોસ્ટર ગોરખપુરમાં લાગેલા છે. જેમાંથી એક પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઝાંસીની રાણી તરીકે દર્શાવાયા છે. જ્યારે બીજામાં કાર્યકર્તાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિનંતી દર્શાવતો મેસેજ લખ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY