મુંબઈ,તા.૨૯
પોતાની આગામી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગામાં અભિનેત્રી સોનમ કપૂરનું કામ જાઇને પ્રભાવિત થયેલા મોખરાના ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા સોનમને પોતાની આગામી ફિલ્મમાં લેવાનો નિર્ણય કરી ચુકવ્યા હોવાની માહિતી મળી હતી.
સોનમ પોતાની આગવી પ્રતિભા દ્વારા નીરજા ભાનોતની બાયો-ફિલ્મમાં વાસ્તવિક અભિનય કરીને નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. એક લડકી કો દેખા તો ઐસા લગા ટાઇટલ ફિલ્મ ૧૯૪૨ અ લવ સ્ટોરીના આ જ મુખડું ધરાવતા ગીત પર આધારિત છે. આ ફિલ્મમાં સોનમ પોતાના પિતા સિનિયર અભિનેતા અનિલ કપૂર સાથે પરદા પર પણ પુત્રીનો રોલ કરી રહી છે. તાજેતરમાં આ ફિલ્મના શૂટિંગમાં એના અભિનયની ખૂબીઓ જોઇને ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા પ્રભાવિત થયા હતા અને એમણે એવો અણસાર આપ્યો હતો કે પોતાની આગામી ફિલ્મમાં પણ સોનમને લેશે.
વિધુની આગામી ફિલ્મ મોટે ભાગે મુન્નાભાઇ થ્રી હશે. અગાઉ આ સુપરહિટ સિરિઝનું ડાયરેક્શન રાજકુમાર હીરાણીએ કર્યું હતું. પરંતુ તાજેતરમાં હીરાણી સાથે સહાયક તરીકે કામ કરી ચૂકેલી એક મહિલાએ હીરાણી પર જાતીય ગેરવર્તનનો આરોપ મૂક્્યો હતો. ત્યારબાદ એવું જાણવા મળ્યું હતું કે હીરાણી મુન્નાભાઇ થ્રીના ડાયરેક્ટર નહીં હોય પરંતુ વિધુ વિનોદ ચોપરા પોતે આ ફિલ્મનું ડાયરેક્શન કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




