અબજો રૂપિયાના સ્મારક કૌભાંડમાં માયાવતી પર ગાળિયો કસાયો, ૬ સ્થળે ઇડી ત્રાટકી

0
7

અખિલેશ બાદ વધુ એક કદાવર નેતા ઇડીની લપેટમાં
લખનૌ,તા.૩૧
અખિલેશ યાદવ પર ગેરકાયદે ખોદખામ અને રિવર ફ્રંટ કૌભાંડ પર શિકંજા કસ્યા બાદ હવે ઈડીએ માયવતીને બરાબરના ભીંસમાં લેવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના ઘટનાક્રમમાં માયાવતી સરકારના કાર્યકાળમાં કથિત ૧૪ અબજના સ્મારક કૌભાંડમાં ઈડીએ બીએસપી અધ્યક્ષાના નજીકનાઓ વિરૂદ્ધ કાર્યવાહી આરંભી છે. આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ અને એનસીઆરમાં ૬ ઠેકાણે અચનાક જ દરોડા પાડવામાં આવ્યા.
ઈડીની જુદી જુદી ટીમોએ લખનૌમં ગોમતીનગરમાં એંજીનિયરો, કોન્ટ્રાક્ટરો અને સ્મારક કૌભાંડ સાથે સંકળાયેલા લોકો પર વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે.
ઈડી એ ૧૪૦૦ કરોડના (૧૪ અબજ)ના સ્મારક કૌભાંડની તપાસ હાથ ધરી હતી. તપાસ માટે વિજિલંસમાં સાત ઈન્સ્પેક્ટરની એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજિલંસ ટીમે રજુ કરેલા સમગ્ર રિપોર્ટ મળ્યા બાદ ઈડીએ આ કાર્યવાહી હાથ ધરી છે.
સ્મારક કૌભાંડને લઈને માયાવતી પર શિકંજા કસાશે તેવી શક્્યતા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા બસપાના બે પૂર્વ મંત્રીઓ અને માયાવતીના નજીકના રહી ચુકેલા નસીમુદ્દીન સિદ્દીકી અને બાબુ સિંક કુશવાહા મારફતે માયાવતી પર ગાળીયો કસવામાં આવી શકે છે.
જે સમાજવાદી પાર્ટીએ બસપા સુપ્રીમો સાથે હાથ મિલાવ્યા છે તેના જ કાર્યકાળમાં સ્મારક કૌભાંડની તપાસ વિજિલંસને સોંપવામાં આવી હતી. એસપીના જ કાર્યકાળમાં સ્મારક કૌભાંડમાં ગોમતી નગરમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જાકે તપાસમાં પ્રારંભીક ઝડપ બાદ તેના પર અકળ કારણોસર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY