સુહેલદે એનડીએમાંથી અલગ થવાની ચેતવણી આપી કહ્યું ભાજપ ઉઘાડુ થઇ ગયું

0
7

લખનૌ,તા.૧૦
યુપીમાં કેબિનેટ પ્રધાન અને સુહેલદે ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓપી રાજભરે ફરીવાર એનડીએમાંથી અલગ થવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યુ કે, અમારી પાર્ટી લોકસભામાં યુપીની તમામ ૮૦ બેઠક પર ચૂંટણી લડશે.
તેમણે આ પ્રકારનું નિવેદન રસોઈયા મહાસંઘના એક કાર્યક્રમમાં હાજરી આપતા આપ્યુ. તેમણે જણાવ્યુ કે, ભાજપના નેતાઓ યુપીની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. આપણે આજે વિકટ પરસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. પરંતુ એક માસ બાદ પરસ્થિતિ બદલાવાની છે.
રાજભરે વધુમાં કહ્યું કે, આજે દેશનો ગરીબ ગુસ્સામાં છે. ગરીબોના વિકાસ માટે મોટા વાયદા કરવામાં આવ્યા પરંતુ ગરીબોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. ચૂંટણી નજીક આવતાની સાથે તેમને રામ મંદિર અને ભગવાન રામની યાદ આવે છે. ભાજપ રામ મંદિરનો મુદો ઉઠાવી દેશની જનતાનું ધ્યાન ભટકાવવાનું કામ કરી રહી છે. પરંતુ દેશની જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY