બિહારઃ રાષ્ટ્રીય લોક સમતા દળના કાર્યકારી અધ્યક્ષે રાજીનામું આપ્યુ

0
5

કુશવાહને એક બેઠક આપવામાં આવે નહીં તો તેઓ તમામ બેઠકને વેચી નાંખશે
પટના,તા.૧૦
બિહારમાં રાષ્ટ્રીય લોક સમતા દળના કાર્યકારી અધ્યક્ષ પદેથી નાગમણીએ રાજીનામું આપતા ઉપેનદ્ર કુશવાહની મુશ્કેલીમાં વધારો થયો છે. નાગમણીએ ઉપેન્દ્ર કુશાવાહ પર લોકસભાની ચૂંટણી માટે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો. સાથે તેમણે મહાગઠબંધનને એવી પણ અપીલ કરી કે, કુશવાહને એક બેઠક આપવામાં આવે. નહીં તો કુશવાહ તમામ બેઠકને વેચી નાખશે.
આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, કુશવાહે પાર્ટીના મહાસચિવ માધવ આનંદને મોતિહારી લોકસભા બેઠક પર ટિકિટ આપવા નવ કરોડ રૂપિયા આપ્યા છે. ગત દિવસે નાગમણી બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે એક કાર્યક્રમમાં જાવા મળ્યા હતા, જે બાદ તેમને પાર્ટીમાંથી હટાવવામાં આવ્યા. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા નાગમણીએ ઉપેન્દ્ર કુશવાહને બિહારમાં સીએમ પદના ઉમેદવાર ગણાવ્યા હતા. અને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, આરએલએસપી ભાજપની ગુલામ નથી. અને હવે તેમને પાર્ટીમાંથી હટાવવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY