સપા નેતાનો દાવોઃ હનુમાનજી ગોંડ સમુદાયના હતા

0
6

લખનઉ,તા.૨૨
હનુમાનજી દલિત હતા તેવુ નિવેદન કર્યા બાદ કદાચ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ખ્યાલ નહી હોય કે હનુમાનજીની જાતિ બતાવવા માટે નેતાઓમાં હરિફાઈ શરુ થશે. હવે તો તેમાં ભાજપના જ નહી બીજી પાર્ટીના નેતાઓ પણ કુદી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ શંકર વિદ્યાર્થીએ હનુમાનજી ગોંડ સમુદાયના હોવાનો દાવો કર્યો છે.
તેમનુ કહેવુ છેકે હનુમાનજીનો જન્મ ગોંડવાના વિસ્તારમાં થયો હતો અને ત્યાં ગોંડ સમુદાયનુ પ્રભુત્વ રહ્યું છે.હનુમાનજી આ વિસ્તારના રાજા હતા.તેઓ ગોંડના રાજા હોવાનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ છે.
સપાના નેતાએ કહ્યું હતુ કે ભાજપના નેતાઓ હનુમાનજીને દલિત અને મુસ્લિમ કહીને નીચુ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.ભાજપના નેતાઓ ભગવાનોને પણ જાતિમાં વહેંચવા માંગે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY