પહેલવાનને રહેવા માટે અખાડામાં રુમ, બે ટાઈમ આરોગ્યપ્રદ આહાર અને રેસલિંગની ટ્રેનિંગ માટે બબ્બે અનુભવી કોચની વ્યવસ્થા કરી
રાજપીપળા : વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલા 200 વર્ષ જૂના ઐતિહાસીક નારાયણ ગુરુ અખાડા દ્વારા એક ગરીબ પહેલવાનને દત્તક લેવામાં આવ્યો છે. સાથે આ પહેલવાનને અખાડા દ્વારા બે ટાઈમ જમાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેની ટ્રેનિંગ માટે બે અનુભવી કોચ પણ રખાયા છે અને રહેવા માટે તેને અખાડામાં જ રુમ પણ આપવામાં આવી છે.
અખાડા દ્વારા દત્તક લેવાવેલા પહેલવાનનું નામ મુકેશ વસાવા છે. તે મૂળ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પાસેના ખોબા જેવડા ગામ જનતરનો એક ગરીબ આદિવાી પરિવરાંથી આવતો યુવાન છે મુકેશ ોરીયા વિક્રમસિંહજી ગોહિલ પ્રાથમિક શાળા, પિન્ટુલાલ વિદ્યામંદિર,માં ભણ્યો અને બોરીયાની વાલ્મિકી આશ્રમમાં સંત કમલાકર મહારાજ પાસે રહીને ઉછર્યો અને 5 થી 12 સુધી ભણ્યો.
મુકેશ વસાવાએ જણાવ્યું હતું કે, બાળપણથી જ મને રેસલિંગના ખેલાડી બનવાનો ક્રેઝ હતો પણ પરિવારની આર્થિક પરિસ્થીતીને લીધે હું સારી તાલિમ મેળવી શકતો ન હતો.શાળા માંથી ખેલ મહાકુંભ માં વિવિધ રમતો માં ભાગ લેતો. જ્યાં કુસ્તી માટે કોઈ અખાડો ન હતો પણ હું મારી રીતે કુસ્તીના દાવપેચ શિખવાનો પ્રયત્ન કરતો હતો. મારા ગુરુ કમલાકર મહારાજ કુસ્તી પ્રત્યેના મારા લગાવને જાણી ગયા હતા આખરે, તેઓ મને એક દિવસ વડોદરાના નારાયણ ગુરુ અખાડામાં લઈ આવ્યા..જ્યાં ગુરુજીએ અખાડાના પહેલવાનો અને સંચાલકો સાથે વાતચીત કરીને મને કુસ્તી શિખવાડવાની માગણી કરી હતી.
મુકેશ વસાવાના કોચ રોશન સેલાર અને બ્રમ્હ મહેશ કહે છે કે, કોઈ એક પહેલવાન દિવસમાં જેટલી મહેનત મારી શકે તેનાથી બેવડી અથવા ત્રણ ગણી મહેનત મુકેશ મારી શકે છે. એક સારા રેસલર તરીકેના તમામ ગુણો તેનામાં છે અને આવી જ મહેનત તે કરશે તો ભવિષ્યમાં ઓલિમ્પિક રમવાના પણ તેના ચાન્સ છે.અને અગાઉ 2018 માં તેને બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





