ભાજપના સાંસદ અંશુલ વર્માએ ભાજપની ઓફિસના ચોકીદારને રાજીનામું આપ્યું

0
6

લખનૌ,તા.૨૭
લોકસભા ચૂંટણી અગાઉ ઉત્તર પ્રદેશના હરદોઇના ભાજપ સાંસદ અંશુલ વર્માએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે મંગળવારે લખનૌના પ્રદેશ કાર્યાલયમાં જઇને ત્યાં હાજર ચોકીદારને રાજીનામું આપ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે પોતાની ટિકિટ કપાવવાને કારણે અંશુલ વર્મા પોતાના પક્ષથી નારાજ છે. તેમણે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વિકાસ કર્યો છે વિકાસ કરશે, અંશુલ હતા અને અંશુલ રહેશે, ચોકીદાર રહેશે નહીં.
તેમણે ભાજપ કાર્યાલયના ચોકીદારને રાજીનામું આપતા જણાવ્યું હતું કે, જે માત્ર નામના ચોકીદાર બની રહ્યા છે તેમના કરતા એક જવાબદાર ચોકીદારને રાજીનામું આપવું એ પાર્ટી કાર્યકર્તાની જવાબદારી હોવી જાઇએ. મેં પણ આવું જ કર્યું છે.
હરદોઇથી ભાજપ સાંસદ અંશુલ વર્માએ જણાવ્યું હતું કે, મેં ક્ષેત્રમાં ૨૪ હજાર કરોડ રૂપિયા વિકાસના કાર્યો પાછળ ખર્ચ્યા છે. આ સિવાય ગૃહમાં મારી હાજરી ૯૪ ટકા હતી અને ક્ષેત્રમાં મારી હાજરી ૯૫ ટકા રહી છે તો પછી મને ટિકિટ કેમ ના આપવામાં આવી?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY