સાધ્વીએ ધર્મયુદ્ધ શબ્દ વાપરીને આચારસંહિતાનો ભંગ કર્યો
લખનઉ,તા.૨૨
બસપા પ્રમુખ માયાવતીએ ચૂંટણી પંચને હાકલ કરી હતી કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી રદ કરવી જાઇએ કારણ કે લોકસભાની ચૂંટણીને ધર્મયુદ્ધ ગણાવીને સાધ્વીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સિનિયર કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘ સામે ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશના ભોપાલ વિસ્તારની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
માયાવતીએ એવો સવાલ પૂછ્યો હતો કે ચૂંટણી પંચે સાધ્વીને માત્ર નોટિસ મોકલી છે. પંચ એની ઉમેદવારી રદ કેમ નથી કરતું ? સાધ્વીના ઉચ્ચારો આરએસએસનો અસલી ચહેરો છે.
એથી પણ આગળ વધીને માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરતું નથી એ દેશને માટે અને લોકશાહીને માટે ચિંતાજનક બાબત છે. ચૂંટણી પંચની આ કામગીરી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે જવાબદાર છે. મોદી સામે પણ ઘણા આક્ષેપ થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




