ઉ.પ્રદેશમાં કોંગ્રેસની હાલત કફોડીઃ ૪ ઉમેદવાર સિવાય તમામની ડિપોઝિટ જપ્ત

0
7

ઉ.પ્રદેશમાં લોકસભાની ૮૦ સીટમાંથી કોંગ્રેસને ફક્ત એક સીટ જ મળી
લખનૌ,તા.૨૫
લોકસભા ચૂંટણીમાં આવેલી મોદી સુનામીએ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને તબાહ કરી દીધી. રાજનીતિનો સૌથી મોટો ગઢ માનવામાં આવતાં ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી જૂની પાર્ટી હાલત સૌથી ખરાબ રહી હતી, જ્યાં કોંગ્રેસના ખાતામાં ફક્ત એક સીટ જ આવી. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ફક્ત ૪ ઉમેદવારો જ પોતાની જમાનત બચાવી શક્્યા હતા. જ્યારે બાકીના તમામ ઉમેદવારોની જમાનત જપ્ત થઈ ગઈ હતી.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચૂંટણીમાં ઉતરેલી કોંગ્રેસ રાહુલની સાથે પ્રિયંકા ગાંધીના સહારે સારા પરિણામોની ઉમ્મીદ કરી રહી હતી. પણ પરિણામ એ આવ્યું કે, દિગ્ગજાને પણ હારનો સામનો કરવો પડ્યો, અને રાહુલ ગાંધીની પરંપરાગત સીટ અમેઠી પણ ગુમાવવી પડી. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની રાયબરેલીમાં જીત હાંસલ કરી પાર્ટીએ ખાતું ખોલ્યું હતું. ઈમરજન્સી સમયે કોંગ્રેસના આટલાં ખરાબ હાલ થયા હતા, ૧૯૭૭માં યુપીમાં પાર્ટી ખાતું પણ ખોલી શકી ન હતી.
ફક્ત ૪ કોંગ્રેસ ઉમેદવારોની જમાનત બચી
સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફક્ત ચાર જ ઉમેદવાર પોતાની જમાનત બચાવી શક્યા હતા. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઈમરાન મસૂદ અને શ્રીપ્રકાશ જાયસવાલ સામેલ છે. રાયબેરલીમાં સોનિયાને ૫,૩૪,૯૧૮ મળ્યા, જે કુલ મતોનાં ૫૫.૮ ટકા છે. અમેઠીમાં રાહુલને ૪,૧૩,૩૯૪ વોટ (૪૩.૮૬%), કાનપુરથી શ્રીપ્રકાશ જાયસવાલને ૩,૧૩,૦૦૩ વોટ (૩૭.૧૩%), સહારનપુરથી ઈમરાન મસૂદને ૨,૦૭,૦૬૮ વોટ (૧૬.૮૧%) મળ્યા હતા.
દિગ્ગજ પણ ન બચાવી શક્્યા જમાનત, એકને નોટાથી પણ ઓછા મત મળ્યા
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, જિતિન પ્રસાદ સહિત નિર્મલ ખત્રી, નસીમુદ્દીન સિદ્દીકી અને અજય રાય જેવા દિગ્ગજ નેતા પણ પોતાની જમાનત બચાવવામાં નાકામ રહ્યા હતા. ૧૦ જગ્યાઓ પર તો કોંગ્રેસના ઉમેદવારોને ૨ ટકાથી પણ ઓછા મત મળ્યા હતા. તો ભદોહીથી લડી રહેલાં અખિલેશને નોટાથી પણ ઓછા મત મળ્યા હતા.
કેવી સ્થિતિમાં થાય છે જમાનત જપ્ત
ચૂંટણી પંચના નિયમ અનુસાર જો કોઈ ઉમેદવારને સીટ પર થયેલ કુલ મતદાનના ૧/૬ એટલે કે, ૧૬.૬૬ ટકાથી પણ ઓછા મત મળ્યા હોય તો તેની જમાનત જપ્ત થઈ જાય છે. જમાનત જપ્ત થતાં ઉમેદવાર દ્વારા જમા કરાયેલ ૨૫ હજાર રૂપિયાની જમાનત જપ્ત થઈ જાય છે.
૮૦માંથી ૬૭ સીટો પર લડી હતી કોંગ્રેસ
ઉત્તર પ્રદેશની ૮૦ લોકસભા સીટમાંથી કોંગ્રેસ ૬૭ સીટો પર ચૂંટણી લડી હતી. અન્ય ૧૩ સીટો પર કોંગ્રેસે અન્ય પાર્ટીઓને સમર્થન આપ્યું હતું. જ્યારે અમુક જગ્યાઓ પર ઉમેદવારનું નામાંકન રદ થઈ ગયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY