સમાજની પરવા કર્યા વિના લિધો મોટો નિર્ણય
વજીરગંજ,તા.૨૫
લોકસભાની ચૂંટણીનું પરિણામ હવે દેશ સમક્ષ છે, જ્યા ભાજપે પોતાના દમ પર ૩૦૦+ બેઠકો જીતી જનતાનાં આશિર્વાદ પામ્યા તો બીજી તરફ કોંગ્રેસને ફરી એકવાર મોટી હારનો સામનો કરવો પડ્યો. ગુરુવારે જ્યારે લોકસભાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યુ ત્યારે વડાપ્રધાન મોદી પ્રચંડ બહુમત સાથે સત્તામાં એકવાર ફરી વાપસી કરી રહ્યા હતા, તે સમયે વજીરગંજનાં મુસ્લિમ પરિવારમાં બાળકની કીલકારીયો સંભળાઇ. શુક્રવારે બાળકનાં નામ રાખવાની વાત ચાલી તો બાળકની માતાએ તેના સાસરીયાને ચોંકાવી દીધા. તેણે પોતાના બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવાની જીદ પકડી લીધી.
પરિવારનાં સભ્યોએ જ્યારે બાળકનાં નામને લઇને માતાની વાત સાંભળી ત્યારે તે બધા સ્તંબ્ધ થઇ ગયા. અચાનક સામે આવેલી આ જીદને પરિવારનાં લોકોએ પહેલા શાંતિથી સાંભળી અને બાદમાં બાળકની માતાનાં પતિ મુશ્તાક અહમદ કે જે દુબઇમાં નોકરી કરી રહ્યા છે તેમને મોબાઇલ લગાવી સમગ્ર વાત કહી. અહમદે તુરંત જ તે વાતને સ્વીકારી અને બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખી દેવામાં આવ્યુ. બાળકનું નામ દેશનાં વડાપ્રધાનનાં નામ મુજબ રાખવા પાછળ જ્યારે માતાને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યું કે, હુ નરેન્દ્ર મોદીજીનાં વિશે ટીવીમાં દેખતી અને સાંભળતી રહી છુ, મને તેમના કામ સારા લાગે છે. તેમણે વધુમાં કહ્યું કે, મોદીજીએ મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલાક કાયદો બનાવી ઘણી મોટી મદદ કરી છે, જેને સામાન્ય ન ગણી શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



