વાશિંગ્ટન,
તા.૬/૩/૨૦૧૮
અમેરિકા હવે કોઈ પણ સ્થતિમાં પાકિસ્તાનને માફ કરવાના મૂડમાં નથી. ભલે પડદા પાછળ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોય પણ વોશિંગ્ટન ઈસ્લામાબાદ પર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે.
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટપતિ ડાનાલ્ડ્ર ટ્રમ્પ પ્રશાસન દ્વારા પાકિસ્તાનને આપવામાં આવનારી ૨ અરબ ડાલરની સુરક્ષા સહાયતા અટકાવવામાં આવ્યા બાદ પણ પાકિસ્તાનના વલણમાં કોઈ જ નિર્ણાયક અને સ્પષ્ટ પરિવર્તન આવ્યું નથી.
પાકિસ્તાનને અમેરિકાએ લગભગ બે મહિના પહેલા આર્થિક મદદના બહાને કરોડો ડાલર આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ પણ અમેરિકા અવાર નવાર પાકિસ્તાનને જાહેરમાં ઠપકો આપતું રહ્યું છે. આ પ્રકારે જ દક્ષિણ અને મધ્ય એશિયાની ઉપ સહાયક મંત્રીએ એલિસ વેલ્સે જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાનના વલણમાં હજી સુધી કોઈ જ નિર્ણાયક અને સતત કહી શકાય તેવુ કોઈ જ પરિવર્તન જાયું નથી. પરંતુ અમને જ્યાં જ્યાં લાગશે કે પાકિસ્તાન તાલિબાનના સમીકરણ બદલવામાં મદદગારની ભૂમિકા અદા કરી શકે છે તે ત્યાં ત્યાં પાકિસ્તાન સાથે સંપર્ક યથાવત રાખીશું.
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા કાબુલ સમ્મેલન બાદ વાતચીતમાં વેલ્સે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં પાકિસ્તાનની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સંબંધોને ખુબ જ મહત્વપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું હતું કે, અમેરિકા આ દ્વિપક્ષીય સંબંધો સુધારવાના પ્રયત્નનું સમર્થન કરે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"