મહાભિયોગ પ્રસ્તાવ મામલે હું કોંગ્રેસ પાર્ટી સાથે નથી ઃ સલમાન ખુર્શીદ

0
87

ન્યુ દિલ્હી,તા.૨૦
મુખ્ય ન્યાયાધિસ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર કોંગ્રેસ પાર્ટીમાં જ ફૂટ પડી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને વકીલ સલમાન ખુર્શીદે મહાભિયોગ પ્રસ્તાવ પર પોતાની જ પાર્ટીના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ છે કે, મહાભિયોગ એક ગંભીર બાબત છે. હું મુખ્ય ન્યાયાધિસ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ નહીં લઉં. સૂત્રોના સલમાન ખુરશીદ ઉપરાંત કોંગ્રેસના અનેક નેતાઓ આ પ્રસ્તાવના સમર્થનમાં નથી.
ખુરશીદે જણાવ્યું હતું કે, ન્યાયપાલિકા સાથે દરેક વ્યક્તિ સહમત ન થઈ શકે. ત્યાં સુધી કે ન્યાયપાલિકાના જજ પોતે જ અંદરોઅંદર સહમત નથી હોતા. કોર્ટના નિર્ણય પણ પલટાવી દેવામાં આવે છે. આ મામલે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ મુખ્ય ન્યાયાધીસ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા ન હોવાની વાતને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે માત્ર અફવા ગણાવી હતી.
ભૂતપૂર્વ કેન્દ્રય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે કહ્યુ હતું કે, મને આસ બાબતે કોઈ જ જાણકારી નથી. હું માનું છું ચીફ જસ્ટસ વિરૂદ્ધ મહાભિયોગ લાવવાના મુદ્દે જણાવ્યું હતું કે, મારા મતે મહાભિયોગનો આધાર યોગ્ય છે કે કેમ તે કહેવું યોગ્ય નથી. કારણ કે, હું આ ચર્ચામાં શામેલ નથી. આ મુદ્દો પાર્ટીઓ વચ્ચે ચાલી રહ્યો છે. મને આશા પણ છે અને વિશ્વાસ પણ છે કે, આમ નહીં બને.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY