પ્રખ્યાત જૈન મુનિ તરૂણ સાગર મહારાજની હાલત નાજુક, ‘સંથારા’ લેવાનો કર્યો નિર્ણય

0
575

ન્યુ દિલ્હી,તા.૩૧
પ્રસિદ્ધ જૈન મુનિ તરૂણ સાગર મહારાજની હાલત ગંભીર છે. મેક્સ હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી. ડોક્ટરોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે ૨૦ દિવસ પહેલા જાન્ડિસની ફરિયાદ કરાયા બાદ તરુણ સાગર મહારાજને મેક્સ હોસ્પિટલ લઈ જવાયા હતાં. પરંતુ સારવાર બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જાવા મળ્યો નહીં. બુધવારે તેમને આગળ સારવાર કરાવવાની ના પાડી દીધી અને પોતાના અનુયાયીઓ સાથે ગુરુવારે સાંજે કૃષ્ણાનગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી ગયાં. દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈન તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું છે કે તરુણ સાગર પોતાના ગુરુ પુષ્પદંત સાગર મહારાજની સ્વીકૃતિ બાદ સંથારા લઈ રહ્યાં છે.
મુનિશ્રીની દેખરેખ કરી રહેલા બ્રહ્મચારી સતીશે જણાવ્યું કે, મુનિશ્રીએ પોતાના અનુયાયીઓ સાથે ગુરૂવારે સાંજે દિલ્હીના કૃષ્ણા નગર સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળ પર છે. તેમને પોતાના ગુરૂ પુષ્પદંત સાગર મહારજની પરવાનગીથી સંથારા કરવાનું નક્કી કર્યું છે. જેના માટે પુષ્પદંત સાગર મહારાજે પણ પોતાના શિષ્યની હાલત ગંભીર છે તેમ કહ્યું છે. જેના માટે તેમને પત્ર પણ લખ્યો છે.
અત્રે જણાવવાનું કે તરુણ સાગર મહારાજના પ્રવચનોનું ટીવી પર પ્રસારણ થાય છે. તેઓ પોતાના પ્રવચનોમાં કહેલી વાતોને લઈને વિવાદોમાં રહ્યાં છે. હાલમાં જ તેમણે સરકારને બે બાળકોના નિયમને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે મીડિયાને કહ્યું કે બેથી વધુ બાળકોવાળા દરેક વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જાઈએ. તેમણે કહ્યું કે આ નીતિ તમામ જાતિઓ અને ધર્મના લોકો પર લાગુ થવી જાઈએ.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY